October 22, 2024

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટેઓનલાઇન RE-AUCTION શરૂ

Share to


ભરૂચઃ ગુરૂવાર:- સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી – ભરૂચ ધ્‍વારા મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં એલ.એમ.વી. (ફોરવ્હીલ વાહનો માટે)ના તમામ વાહ નંબર માટેની GJ-16-CS, CN, DC નંબરની સીરીઝની RE-AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્‍છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્‍ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૧૫/૧૦/૨૦૨૧ થી તા.૧૯/૧૦/૨૦૨૧ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેના ફોર્મ રજીસ્‍ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્‍લીકેશન કરવાની રહેશે. (૨) તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ બે કલાક પછીથી તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૨૦/૧૦/૨૦૨૧ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી.
વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહન ખરીદવાના સાત ઘ્‍વિસની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ અપલોડ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ગોલ્‍ડન અને સિલ્‍વર માટે ભાગ લેવા અરજી કરી શકશે. ગોલ્‍ડન અને સિલ્‍વર સિવાયના નંબરો માટે ૩૦ દિવસની અંદરના અરજદારોએ હરાજી કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


Share to

You may have missed