November 19, 2024

ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામથી જુની જરસાડ ગામને જોડતા માર્ગની ખાડીમાં દર ચોમાસે વધુ પાણી આવી જતા તંત્ર પાસે પુલ બનાવવા સ્થાનિકોની માંગ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

#DNSNEWS

ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગામ અને જુની જરસાડ ગામની વચ્ચેથી મધુમતી ખાડી પસાર થાય છે, ચોમાસા દરમ્યાન આ ખાડીમાં પાણીનો વહેણ વધી જવાથી રસ્તો બંધ થઈ જતો હોઈ છે રોજ બરોજ કામ અર્થે જતા પ્રાકડ ગામના સ્થાનીક લોકો તેમજ ખેડુતોએ જુની જરસાડ જવા માટે રાજપારડી થી અવિધા થઈ ૧૨ કિલોમીટર જેટલો ફેરાવો કરવો પડે છે , જેથી પ્રાંકડ અને જુની જરસાડ વચ્ચેની મધુમતી ખાડી પર પૂલ બનાવવા પ્રાકડ ગામના સ્થાનિકોએ માંગ કરી છે,

પ્રાંકડ ગામેથી મધુમતી ખાડી પરનો પુલ બનાવવામાં આવે તો ભાલોદ, તરસાલી અને પ્રાકડ ગામના લોકોએ અવિધા, જુની જરસાડ અને ઝઘડીયા જેવા ગામો સુધી પહોંચવા માટે ખૂબ જ ઓછા અંતરે સરળતા થી પહોચી શકાય છે, તેમજ પ્રાકડ ગામના ખેડુતોના ખેતરો ખાડી ની સામે પાર જુની જરસાડ ગામે આવેલા છે જે ખેડૂતોને પણ ખાડી માં પાણી આવી જતા ૧૨ કિલોમીટરનું અંતર કાપી ફેરાવો કરવો પડે છે જો આ પુલ બની જાય તો ખેડુતોના પૈસા અને સમય બંને બચી શકે તેમ છે, જેથી પ્રાંકડ ગામ અને જુની જરસાડ ગામ વચ્ચે મધુમતી ખાડી પર વહેલી તકે તંત્ર દ્વારા પુલ બનાવી આપવા સ્થાનિકો એ માંગ કરી છે..


Share to

You may have missed