હળવદમાં પોલીસ કસ્ટડીમાં રાખેલ આરોપીએ બાથરૂમમાં આપઘાત કરી લીધો હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આથી મોરબી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી આવ્યો હતો.
હળવદના દીઘડિયા ગામની સીમમાં વાડીમાં પાણી લેવાના મુદ્દે બે ભાઈઓ સાથે મળીને તેના જ સગા ભાઈની હત્યા કરી હતી જેથી મૂર્તકના પત્નિએ બંને ભાઇઓ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં એક આરોપી મુના સારલાને ઝડપી પોલીસ કસ્ટડીમાં રાખેલ હતો જયારે એક આરોપી રધૂ સારલા હજુ ફરાર છે.આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે જેમાં આરોપી મુના સારલાએ રાત્રીના સમયે પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો જેથી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જેથી આ ઘટના પોલીસ મથકે બની હોવાથી ચકચાર મચી ગઈ છે અને મૂર્તકની લાશને પીએમ માટે મોકલી દીધી છે.
પાર્થ વેલાણી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.