November 26, 2024

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના અછાલિયા સબ સ્ટેશન પાસે ના નાળા પાસેથી અજગરને રેસક્યું કરાયો

Share to

ઝગડીયા

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

ભરૂચ જીલ્લાના ઝઘડિયા અછાલિયા સબ સ્ટેશન પાસે ના નાળા પાસેથી અજગરને રેસક્યું કરાયો હતો વન વિભાગ દ્વારા એક મહાકાય અજગરને રેસ્કયું કરવા આવ્યો હતો મળતી માહિતી મુજબ ઉમલ્લા પાસે આવેલ અછાલિયા સબ સ્ટેશન પાસેના નાળા નીચે સ્થાનિક નાગરિકો ને અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા જીવદયા પ્રેમી ફેજાન કુરેશી ને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ જીવદયા પ્રેમી ફેજાન કુરેશી તેમજ ધવલ વસાવા તથા રશિક વસાવા તેઓ ની ટીમ સાથે તત્કાલ સ્થળ ઉપર પોહચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, ભારે જહેમત બાદ આશરે આંઠ થી 9 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, બાદમાં આ પકડાયેલ અજગરને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉમલ્લા વન વિભાગની ટીમને સોંપવામાં આવ્યો હતો, વન વિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું…


Share to

You may have missed