November 30, 2024

* નેત્રંગના કાંટીપાડા ગામે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત : ૩ ઇજાગ્રસ્ત

Share to

* ટ્રકચાલકે સામેછેડેથી આવતી ઇક્કો અને ટ્રકને ટક્કર મારતા ફુરચે-ફુરચા ઉડી ગયા


* પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી,ઘટનાસ્થળે લોકટોળા ઉમટ્યા

નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કાંટીપાડા ગામના પાટીયા પાસેથી રાત્રીના અંધકારના સમયે ટ્રક નંબર :- જીજે-૦૩-ઈક્સ-૫૦૪૧ નો ચાલક મુકેશ ભોગાભાઇ પરમાર રહે.ગોંડલ પુરઝડપે-ગફલતભરી રીતે હંકારી લાવતા ઇક્કો ગાડી નંબર:- જીજે-૦૫-સીક્યુ-૫૬૧૭ ને પાછળના ભાગેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સજૉયો હતો.ત્યારબાદ અંધકારનો લાભ ઉઠાવી ટ્રકનો ચાલક ટ્રક લઈને ફરાર થવા જતાં સામેછેડેથી આવતી ટ્રક નંબર:-

એમએચ-૨૬-એડી-૯૫૯૫ ને ટક્કર મારતા ફરવાર અકસ્માત સજૉયો હતો.જેમાં મુકેશ ભોગાભાઇ પરમાર રહે.ગોંડલ શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે સારવાર અથઁ ૧૦૮ એમ્બ્યુલન્સ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ જવતા કરૂણ મોત નિપ્જ્યું હતું.જ્યારે ઇક્કોમાં સવાર ભરત તલસી વસાવા અને ધના મોંગીયા વસાવા,ટ્રકચાલક એમએચ-૨૬-એડી-૯૫૯૫ સાંઇનાથ શંકરરાવને હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથઁ લઈ જવામાં આવ્યા હતા.

નેત્રંગના કાંટીપાડા ગામે ગમખ્વાર અકસ્માતની બનાવના પગલે નેત્રંગ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાયદેસરની કાયઁવાહી હાથધરી ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.જ્યારે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડતા ભારે ટ્રાફિકજામ સજૉયો હતો.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed