જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ચોરીઓનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્ન બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સૂચના કરી જે અન્વયે ના.પો.અધિ.શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ વિભાગ, જુનાગઢ નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ.પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ ગઇ તા.૦૮/૧૦/૨૦૨૪ નાં રોજ વિસાવદર પો.સ્ટે.નાં વિસ્તારના નાની પિંડાખાઇ ગામેથી રાત્રીના સમયે ફરી.ની વાડી માથી તૈયાર થયેલ સોયાબીનનો પાક કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી આશરે ૫૦ મણ જેની આશરે કી.રૂ.૨૯૫૦૦/- જેટલા ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે ફરીયાદ તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ દાખલ થયા બાદ પો.ઇન્સ. આર.એસ.પટેલ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સીસી ટીવી કેમેરા અને ટેકનીકલ સોર્સ અને અંગત બાતમીદારો મારફતે ખાનગી રાહે આધારભુત બાતમી ફકીકત આધારે માહીતી મેળવેલ કે, કોઇ અજાણ્યા ઇસમો દ્વારા છોટા હાથી જેવું પીક-અપ વાહન લઈને સોયાબીનનો પાક ભરીને જતા રહેલ જેથી ટેકનીકલ સોર્સની મદદ થી તેમજ નેત્રમ શાખા જુનાગઢની મદદ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ વાહન ગણતરીની કલાકોમાં પકડી પાડેલ જે વાહન Mahindra Maximo જેના રજી. નંબર GJ-11-7-1623 વાળી સાથે બે ઇસમોને પક્ડી પાડેલ છે. ગુન્હાના કામે મુદામાલ પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી- (૧) જયેશ કાંતિભાઇ રાઠોડ ડુંગરી તા. વંથલી જી.જુનાગઢ
(૨) બલ્જીત સંજયભાઈ યાદવ, જાતે.આહીર,પાવાગઢ, કંસારા ધર્મશાળા તા.હાલોલ, જી.પંચમહાલ મુળ રે.ભોજપુર દક્ષિણ એકોના રાજ્ય બિહાર
કબ્જે કરેલ મુદામાલ- Mahindra. Maximo જેના રજી. નંબર GJ-11-2-1623 વાળી જેની કી.રૂ.૧૫૦૦૦૦/- તેમજ એક. ઓપો કંપનીનો એંડ્રોઇડ મો.ફોન જેની કી.રૂ.૫૦૦૦/- ગુન્હાનાં કામે મુદામાલ પકડી પાડેલ છે.
આ કામગીરીમા પો.ઇન્સ.આર.એસ. પટેલ તેમજ પો.સબ ઇન્સ. આર.એસ.ડામોર સાહેબ તથા ASI બી.વી.કરમટા, તથા, પો.કોન્સ. રાકેશભાઇ બાઉવેદભાઇ, તથા પો.કોન્સ દીનેશભાઇ અરજણભાઇ, તથા પો.કોન્સ. પ્રફુલભાઇ કરશનભાઇ તથા પો.કોન્સ. જગદિશભાઇ હમીરભાઇ પરમાર તથા પો.કોન્સ. અજીતસિંહ જુવાનસિંહ ભાટી તથા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી
રાજબોડેલી પાસે નવાગામ ની સીમની ખેતરમાંથી ચોરી,ઝટકા મશીન તેમજ સોલર સાથે રૂપિયા 12000 ના સામાન ની ચોરી,