November 21, 2024

વાલીયા અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ગામોના નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ

Share to

ભરૂચ જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૦૫૯. ૪૪ મિ.મિ.વરસાદ નોંધાયો

*વિતેલા છેલ્લા ૨૪ કલાકમાં વાલીયા તાલુકામાં સૌથી વધુ ૨૯૭ મિ.મી. વરસાદ નોંધાયો : જ્યારે આજ રોજ સવારે છ થી ૧૦ વાગ્યા સુધીમાં વાલીયા તાલુકામાં ૧૫૨ મી.મી. અને નેત્રંગ તાલુકામાં ૧૨૬ મી.મી. નોંધાયો*

ભરૂચ – મંગળવાર – સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ભરૂચ વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં સતત કામગીરી કરી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિત્યા છેલ્લા મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૦૨૦.૧૧ મી.મી નોંધાવા પામેલ છે. તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો, જંબુસર તાલુકા ખાતે ૧૨ મી.મી. (૫૩૪), આમોદ ૧૪ મી.મી(૪૪૨), વાગરા ૮૯ મી.મી (૯૨૩)., ભરૂચ મી.મી ૧૮૫ (૧૧૩૭), ઝઘડીયા ૪૦ મી.મી. (૮૫૫), અંકલેશ્વર ૬૫ મી.મી.( ૧૧૦૨), હાંસોટ ૩૩ મી.મી , (૧૨૨૭) વાલીયા ૨૯૭ મી.મી (૧૫૦૧), નેત્રંગ ૯૪ મી.મી. (૧૪૬૦) વરસાદ નોંધાયો છે. જ્યારે કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે.
આજ રોજ સવારે છ થી ૧૦ વાગ્યા સુધીમાં તાલુકાવાર સ્થિતિ જોઈએ તો, જંબુસર તાલુકા ખાતે ૦૪ મી.મી. (૫૩૮), આમોદ ૨ મી.મી (૪૪૪), વાગરા ૧૫ મી.મી (૯૩૮)., ભરૂચ મી.મી ૧૫ (૧૧૫૨), ઝઘડીયા ૧૫ મી.મી. (૮૭૦), અંકલેશ્વર ૧૪ મી.મી.( ૧૧૧૬), હાંસોટ ૧૧ મી.મી , (૧૨૩૮) વાલીયા ૧૫૨ મી.મી (૧૬૫૩), નેત્રંગ ૧૨૬ મી.મી. (૧૫૮૬) વરસાદ નોંધાયો છે. સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૦૫૯.૪૪ મી.મી નોંધાવા પામ્યો છે. જ્યારે કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે.
જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કીનારે નહી જવા સમજૂત કરી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
વધુમાં, કીમ નદીના અસરગ્રસ્ત ગામ પાંજરોલી ગામની મામલતદારશ્રી હાંસોટે મુલાકાત લીધી હતી. જ્યારે વાલીયા તાલુકાના ડહેલી ગામે પણ મામલતદારે મુલાકાત કરી ગામના સરપંચ અને નાગરિકોને ગ્રામજનોને સચેત રહેવા અપીલ કરી હતી.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે હાંસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરસા, ઈલાવ અને બાલોતા ગામમાં કીમ નદીની સપાટી વધી શકે છે. જેથી વાલીયા અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ગામોના નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. જિલ્લામાં વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે.


Share to

You may have missed