November 21, 2024

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (PM -JANMAN 2.0) અંતર્ગત થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ 

Share to


આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ આપી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી

રાજપીપલા, સોમવાર : સમગ્ર રાજ્ય અને દેશમાં વસવાટ કરતા ૭૫ જેટલાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી-૨૦૨૪થી પીએમ જન મન અભિયાન સમગ્ર દેશમાં આરંભાયું છે. જેના બીજા તબક્કામાં આ પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (PM -JANMAN 2.0) ઝુંબેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં મેગા ઇવેન્ટ યોજવાનું સુચિત કરતાં તેને કેન્દ્રમાં રાખીને સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં હાલ કામગીરી ચાલી રહી છે. જેની સમીક્ષા અર્થે આજે દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રીની ધવલ સંગાડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાના હેતુ સાથે શરૂ થયેલા આ મિશન હેઠળ નર્મદા જિલ્લામાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો આદિમ જૂથના લોકોને ઘર આંગણે લાભ મળી રહે અને લાભોથી વંચિત રહી ન જાય તે માટે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૫૨(બાવન) ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે.

પ્રધાન મંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ આપી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી આદિમજુથને સમાજ સમકક્ષ બનાવવાના પ્રયત્નનાં ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, આવાસ, વીજળી, પાણી, રોડ-રસ્તા, રાશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ગામમાં જઈને કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે.

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ રીવ્યુ બેઠક રાખવામાં દેડિયાપાડા અને સાગબારાના મામલતદાર સર્વશ્રી એસ.વી.વિરોલા, શ્રી શૈલેષ નિઝામાં સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed