રાજપીપલા, શનિવાર:- ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિ તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ,૨૦૨૧ સુધી નર્મદા જિલ્લાના પ્રવાસે આવી રહી છે. આ સમિતિ તા.૨૪ મી ઓગષ્ટને મંગળવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે કેવડીયા ખાતે આવી પહોંચશે અને રાત્રી રોકાણ કેવડીયા ખાતે કરશે.
આ સમિતિ તા.૨૫ મી ઓગષ્ટ,૨૦૨૧ ને બુધવારના રોજ સવારે કેવડીયાથી વાવડી ગામે જવા રવાના થશે અને વાવડી ખાતે CNG સ્ટેશનની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૨:૦૦ કલાકે આ સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને રાત્રી રોકાણ કેવડીયા ખાતે કરશે. તા.૨૬ મી ઓગષ્ટ,૨૦૨૧ ગુરૂવારના રોજ સવારે ૭:૩૦ કલાકે કેવડીયાથી નાંદોદ તાલુકાની કરજણ જળાશય યોજનાના સ્થળે જવા રવાના થશે અને સવારે ૮:૩૦ કલાકે કરજણ જળાશય યોજના ખાતે પહોંચીને કરજણ જળાશય યોજનાની મુલાકાત લેશે. ત્યારબાદ આ સમિતિ સવારે ૧૦:૩૦ કલાકે સુરત જિલ્લાની કાકરાપાડ-ગોરધાવડ સિંચાઇ યોજના ખાતે જવા રવાના થશે.
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી