November 21, 2024

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના જાણીતા અભિનેતા મિલિંદ સોમન દ્વારા મુંબઇથી SOU સુધી રન ફોર યુનિટી શરૂ કરવામાં આવ્યું છે જેઓ આજરોજ ભરૂચ જિલ્લા ના ઝઘડિયા ખાતે આવી પહોચ્યા હતા ….

Share to

ઝગડીયા

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

દેશવાસીઓ માટે આપ્યો એકતાનો સંદેશ તથા દરેક દેશવાસીઓ ફિટ રહેવા અપીલ કરી હતી . કેવડિયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને એકતાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોક થી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાયેલી રન ફોર યુનિટીના દોડનું આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે.

ભૂતકાળમાં તેના હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન મિલિંદ સોમને એકતા અને સંવાદિતા ને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યુ છે.વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.17 મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે 5 કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી દોડ આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયાખાતે આવી પોહચ્યા હતા…


Share to

You may have missed