ઝઘડીયા વિધાનસભા વિસ્તારના અંતરિયાળ ગામો નેત્રંગ તાલુકાના પાડા, કોલીયાપાડા અને ઝઘડિયા તાલુકાના મહુડીખાંચ,ડભાલ,ખાલક કંપની,માંડવી,વલી અને રાયસિંગપૂરા ખાતે બસ સુવિધાનો અભાવ હોવાથી ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઇ વસાવાને તેની જાણ થતા તેમણે તાત્કાલિક આદિવાસી વિસ્તારના નાગરીકો તેમજ વિધ્યાર્થીઓની
જરુરને અનુલક્ષીને ઝઘડિયા ડેપોમાંથી બસ સુવિધા શરૂ કરાવી હતી. સવારના ૮ અને સાંજના ૫ વાગ્યાના સમય દરમિયાન શાળાના સમયને અનુરૂપ થાય તે રીતે બસ સુવિધા શરૂ કરાવી હતી.આ સરાહનીય કામગીરીને લઇને આ પંથકના તેમજ ગ્રામજનોમાં ખુશીનું મોજુ ફેલાયું હતુ, અને બસ સુવિધા પ્રાપ્ત થતાં તેમણે ધારાસભ્યનો આભાર માન્યો હતો.
રિપોર્ટર *વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.