December 10, 2023

જુનાગઢના ICDS ઘટક ભેંસાણ તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં. બાળકોને સાંસ્કૃતિક, ધાર્મિક સંસ્કારોનું અનુકરણ કરીને સર્વાંગી વિકાસ થાય તેમાટે વિનામૂલ્યે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું

Share to
જુનાગઢ જિલ્લાના ICDS ઘટક ભેંસાણના આંગણવાડી કેન્દ્રોમાં પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકોના સર્વાગી વિકાસ તરફનો લક્ષ્ય… મહિલા અને બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા ગુજરાતના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં વિનામૂલ્યે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે જેમાં પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત પ્રારંભિક બાળ સંભાળ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ 2016 પ્રમાણે જૂનાગઢ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ યોજના ચેરમેન શ્રી તેમજ ICDS (Integrated Child Development Services) ભેંસાણ ઘટકના CDPO શ્રી ના જણાવ્યા અનુસાર
ભેસાણ ઘટકના તમામ ગામડાઓના 3 થી 6 વર્ષના બાળકોના શિક્ષણના સ્તરને સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ તેમજ બાળકોની જ્ઞાનેન્દ્રિયના વિકાસને લક્ષ્યમાં રાખી વિકાસલક્ષી વાર્ષિક આયોજનથી પ્રિ સ્કૂલ ઈન્સ્ટ્રકટર જોષી નિતીનભાઈની ઉત્તમ તાલીમ સેવાના કારણે તેમજ કાર્યકર બહેનોના ઉત્તમ સંયુક્ત પ્રયાસોથી બાળકોમાં સાંસ્કૃતિક, ધાર્મિક સંસ્કારોનું અનુકરણ થાય તેમજ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર દ્વારા બાળકોને જૂથ પ્રવૃત્તિ કરાવી ચિટક કામ, છાપકામ, રંગ પૂર્ણિ, છાપકામ,બાળ અભિનય ગીતો, વાર્તાઓ, પર્યાવરણ શિક્ષણ, પ્રવાસ, ભારતીય તહેવારોની ઉજવણી, રાષ્ટ્રીય કાર્યક્રમો, સર્જનાત્મ પ્રવૃત્તિ, બાળગીતો તેમજ સ્માર્ટ ટીવી પ્રવૃત્તિ,રમકડાઓ, પ્રવૃત્તિ પુસ્તિકાઓ, બાળકોના જન્મદિવસની ઉજવણી કરી પ્રોત્સાહિત ઈનામ આપી બાળકોની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે કેન્દ્રમાં કરેલ પ્રવૃતિઓ, ઉંમરે આંગણવાડી એપિસોડ, ડીજીટલ લિંક બાળકોના માતા પિતાને વોટ્સપ ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવે છે સુંદર પ્રવૃત્તિના કારણે બાળકો પણ ઉમળકાથી ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આનંદથી સલામતીના વાતાવરણમાં જીવન પરિવર્તનનું કારણ બની રહ્યા છે સાથે સાથે બાળકોની આંગણવાડીમાં સતત હાજરીમાં વધારો થતા બાળકોના માતા પિતાના પણ ખુશ છે આવનાર સમયમાં છેવાડાના તમામ બાળકોને વિના મૂલ્યે સતત સુંદર પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે..

ઉલ્લેખનીય છે કે આંગણવાડીમાં થીમેટીક અભ્યાસક્રમથી બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને તેમના સર્વાંગી વિકાસને વેગ મળી રહે તે જરૂરી છે

મહેશ કંથીરિય
બ્યુરો ચીફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed