ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યોજાયેલ સર્વ રોગ નિદાન શિબિરમાં ૬૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો.
ભારતીય જનતા યુવા મોરચો ઝઘડિયા તાલુકા દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ તા. ૬.૪.૨૩ થી તા.૧૪.૪.૨૩ સુધી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહમાં સર્વે રોગ નિદાન શિબિર યોજવામાં આવી રહી છે.
ભારતીય જનતા યુવા મોરચા ઝઘડિયા તાલુકા દ્વારા તાલુકાના રાણીપુરા ગામ ખાતે આજરોજ સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન શિબિરમાં રાણીપુરા તથા તેની આજુબાજુના ગામના ૬૦ થી વધુ દર્દીઓએ બ્લડપ્રેશર ડાયાબિટીસ વિગેરે રોગોનો ચેકઅપ કરાવી જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત ડોક્ટરની ટીમ દ્વારા મેળવ્યું હતું. આ શિબિર માં ગામના આગેવાનો વડીલો મહિલાઓ એ હાજરી આપી હતી નિદાન શિબિરમાં માં ભારતીય જનતા યુવા મોરચા ઝઘડિયા તાલુકાના પ્રમુખ ધ્રુપલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, રાણીપુરા ગામના ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, ગામ આગેવાન હર્ષદભાઈ પટેલ, વિરલભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ વિગેરે કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો