November 20, 2024

નેત્રંગ નગરમા શ્રીરામ જન્મોત્સવ  ઉજવણી ની ચાલતી તડામાર તૈયારીઓ.શોભાયાત્રા ને લઈને બજારો સ્વૈછિક બંધ રહેશે…

Share to

નેત્રંગ :28-03-2023

નેત્રંગ નગર મા શ્રીરામ જન્મોત્સવ ની ઉજવણીને લઈ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાવિકભકતજનોમા અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.


ભરૂચ જિલ્લા ના નેત્રંગ નગરમા આવેલ શ્રી કંકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ( શ્રી રાધાકૃષ્ણ મંદિર ) જીન બજાર તેમજ વિશ્ર્વ હિન્દુ પરિષદ નેત્રંગ, રાષ્ટ્રીય સંવયસેવક સંઘ ( આર, એસ, એસ. ) તેમજ સમસ્ત હિન્દુ સમાજ થકી જીનબજાર ખાતે આવેલ રામજી મંદિર ખાતે ચાલુ સાલે ચૈત્ર સુદ નોમ ને તા,૩૦-૦૩-૨૦૨૩ને ગુરૂવાર ( શ્રી રામ જન્મોત્સવ  ) ભવ્ય થી ભવ્ય શ્રી રામ જન્મોત્સવ ની ઉજવણી યાદગાર બની રહે તેને અનુલક્ષીને નગરના યુવાનો થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગ રૂપે નગરના વિવિધ વિસ્તારોમા બેનરો લગાવવામા આવ્યા છે. બીજી તરફ દરેક વિસ્તારોમા ભગવા ધ્વજ લગાવવામા  આવશે.

રામ જન્મોત્સવ નિમિતે સવારે ૧૧ કલાકથી રામધૂન શરૂ થશે, શ્રી રામ જન્મોત્સવ બપોરે ૧૨ કલાકે ઉજવાશે, ભગવાનની ભવ્ય શોભાયાત્રા બપોરના ત્રણ કલાકે જલારામ મંદિર ગાંધીબજાર થી નિકળશે જે ગાંધીબજાર, જવાહરબજાર, ચાર રસ્તા થઈ જીનબજાર રામજી મંદિરે જશે જયા સાંજ ના ૬ કલાકે ધજારોહણ કાયઁકમ થશે.
શ્રી રામ જન્મોત્સવ ને લઈને નગરના તમામ બજારોમા આવેલ હિન્દુ દુકાન ધારકો પોત પોતાની દુકાનો સ્વૈછિક બંધ રાખી શોભાયાત્રામા જોડાશે.

રિપોર્ટર /વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed