November 21, 2024

વિશ્વમાં ઉંચાઈની દ્રષ્ટિએ ચોથા નંબરના માઉન્ટ કિલી માંન્જારો પર્વત ને ભારતીય પરિધાન એવી “સાડી પહેરી સર કરનાર મૌઝા ના સીમાબેન ને ધારાસભ્ય દ્વારા રૂ.2.8 લાખ નો પુરસ્કાર.

Share to

ઝગડીયા -06-03-23

હવે વિશ્વ ના સૌથી ઊંચા એવરેસ્ટ શિખર ને સર કરવાની તૈયારી.

ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકાના મૌઝા ગામના હાથાકુંડી ફળીયા ના રહેવાસી સીમાબેન દિલીપભાઈ ભગત કે જેઓએ તા.29/03/2022 આફ્રિકા ખંડનાં ટાન્ઝાનિયા સ્થિત વિશ્વમાં ઉંચાઈની દ્રષ્ટિએ ચોથા નંબર નુ સ્થાન ધરાવતા માઉન્ટ કિલીમાંન્જારો પર્વત ને ભારતીય પરિધાન એવી “સાડી” પહેરીને સર કરનાર દુનિયાની પ્રથમ યુવતી બની ભારત દેશ અને ગુજરાત રાજ્ય સાથે ભરૂચ જિલ્લા નુ નામ રોશન કર્યું છે. હવે તેઓ ભારતીય સીમા સ્થિત હિમાલયની ગીરીમાળાનાં ઉંચા માં ઉંચા એવરેસ્ટ શિખર ને સર કરવા જઈ રહી છે .તેઓને થનાર આર્થિક ખર્ચ માં મદદરુપ થવાનાં ભાગરૂપે તેઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ઝઘડિયા ના ધારાસભ્ય રિતેસભાઈ વસાવા દ્વારા પ્રોત્સાહન આપવા માટે રૂપિયા. ૨ લાખ ૮ હજાર ની માતબર રકમનો ચેક આપી સહાય સાથે તેમના સાહાસ ને પ્રોત્સાહન પૂરું પાડી માનવતા મહેકાવી છે.. તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા દ્વારા આ પ્રોત્સાહન રૂપી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો….

રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to