September 7, 2024

ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Share to

ઝગડીયા 06-03-23

૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે. આ વખતે ૮ મી માર્ચ ના દિવસે ધૂળેટીનો તહેવાર હોવાથી મહિલા દિન ઉજવણી આયોજન સમિતિએ આજ રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ પવન ક્રિકેટ મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે બહેનો નારી શકિતને ઉજાગર કરવા માટે સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આર્થિક અને ધાર્મિક ક્ષેત્રે સમાનતા લાવવા માટે તેમજ પોતાનું યોગ્ય સ્થાન પ્રસ્થાપિત કરવા માટે સ્ત્રી અનામતથી આસમાન સુધી પહોંચવાના સપના સાકાર કરવાની મીઠી મહેક વાતો કરવા પ્રતિષ્ઠિત મહિલાઓની હાજરીમાં વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો એ હાજરી આપી હતી

રિપોર્ટર / વિજય વસાવા

#DNSNEWS


Share to

You may have missed