ભરૂચ જિલ્લા ના સસ્તા અનાજ ના દુકાનદારો ના પ્રમુખ તરીકે ઝગડીયા ના નરેન્દ્રસિંહ પરમારની નિમણુંક…
આજરોજ ભરૂચ જિલ્લા મા આવેલ સસ્તા અનાજ ના દુકાનદારો ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ,અંકલેશ્વર, નેત્રંગ ,વાગરા,આમોદ,જંબુસર હાંસોટ ના પ્રમુખ,ઉપપ્રમુખ,દુકાનદારો પ્રતિનિધીઓ ઉપસ્થિત રહીયા હતાં. ભરૂચ જિલ્લા ના દુકાનદારો ને મુંઝવતા પ્રશ્નો અને સમસ્યા અંગે ની ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેના નિરાકરણ સહિત ના પ્રયાશો વિશે વાતો થઈ હતી.. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ,ઉપપ્રમુખ,મહામંત્રી તેમજ જીલ્લા ની કારોબારી સમિતિ ની રચના પણ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ઝઘડિયા તાલુકા ના નરેન્દ્રસિંહ પરમાર ની સવૉનુમતે ભરૂચ જિલ્લાના પંડિત દીનદયાલ ની સસ્તા અનાજના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી…
ત્યારે ઉપપ્રમુખ તરીકે મુનાફભાઇ-વાગરા તેમજ મહામંત્રી તરીકે ભાવસીગભાઇ વસાવા ની નીમણુંક કરવામાં આવી હતી.જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ તથા ઉપપ્રમુખને પણ કારોબારી સમિતિ માં સ્થાન આપવામાં આવ્યું હતું ખજાનચી તરીકે અંકલેશવર ના દુકાનદાર સુભાષભાઇ પટેલ ની નીમણુંક કરવામાં આવી હતી…
રિપોર્ટ – સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો