November 20, 2024

ઝઘડિયા ગામે રૂપીયા 74 લાખ ની થઈ છેતરપિંડી…ફ્લેટ દુકાનોનું બુકિંગ કરીને કામ અધુરુ રાખતા થઈ ફરિયાદ

Share to

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

31ગ્રાહકો સાથે રૂ .74 લાખની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ ઝગડીયા પોલીસ ના ચોપડે નોંધાઈ….

ઝઘડિયા ગામે વાલિયા ચોકડી પર સુલતાનપુરા ગ્રામપંચાયત ની હદ માં આવતી સીમમાં કેટલાક ઇસમોએ જમીન ખરીદીને તેના પર સાંઇ વાટિકા નામની સોસાયટી બનાવીને દુકાનો ફ્લેટ તેમજ રો હાઉસનું બુકિંગ શરુ કર્યુ હતુ. ડેવલોપરોએ લોભામણી જાહેરાતો કરતા 31 જેટલા ગ્રાહકોએ દુકાનો ફ્લેટ તેમજ રો હાઉસ બુક કરાવ્યા હતા. ગ્રાહકોને પજેશન આપવાનું જણાવતા આ ગ્રાહકોએ કુલ રૂ 74 લાખ ઉપરાંતની રકમ જેટલી ચુકવણી કરી દીધી હતી, પરંતું ત્યારબાદ ગ્રાહકોને પજેશન આપવામાં બહાના બતાવાતા હતા તેમજ કામ અધૂરું રાખવામાં આવતા કેટલાક ગ્રાહકોએ સ્વખર્ચે કામગીરી કરાવી હતી….

લાઇટ, પાણી, જેવી જરૂરી સવલતો ગ્રાહકો ને ના આપતા ગ્રાહકોએ પોતે છેતરાયા હોવાનું જણાતા આ પૈકીના એક ગ્રાહક જયેશભાઇ પટેલ રહે.ઝઘડિયાનાએ સુધીરભાઇ પટેલ, સુનિલભાઇ ચૌધરી , રાજનભાઇ સોલંકી,રંજનબેન રાજ, વિજયસિંહ રાજ તમામ રહે.ભરૂચ તથા પરેશ નીઝામા, ભરત પટેલ અને હરેન્દ્રસિંહ પરમાર નામની વ્યક્તિઓ વિરુધ્ધ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી…


Share to

You may have missed