November 21, 2024

ઝઘડીયાના વાઘપુરા ગામ પાસે ધોરીમાર્ગ પર એક આખલાનુ મોત.. કોઇ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા મોત થયાનુ અનુમાન…

Share to

અંકલેશ્વર રાજપીપલા ધોરીમાર્ગ પર બનતા અકસ્માતો મા હવે પશુઓ પણ આવી રહ્યા છે વાહનો ના અડફેટે..

રીપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા મામલતદાર કચેરી થી માત્ર બે કિલોમીટર પર આવેલ વાઘપુરા ગામ નજીક એક આખલાનો મૃતદેહ છેલ્લા બે દિવસ થી રોડ ની સાઈડ મા બિનવારસી હાલત મા પડી રહ્યો છે.પરંતુ કોઈ પણ તંત્ર માર્ગ પર પડી રહેલ આ મૃત આંખલા ને ખસેડી તેની દફનવિધિ મા રસ નથી … માનવામાં આવી રહુંયુ છે કે ત્યાંથી પસાર થતા કોઇ અજાણ્યા વાહને આખલાને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હોવાનુ હશે ત્તયારે વાઘપુરા ગામ નજીકના રાજ્ય ધોરિમાર્ગ પર કલાકો સુધી આખલાનો મૃતદેહ પડી રહ્યો હોવાની ઘટના બહાર આવતા તંત્ર દ્વારા કોઇજ કામગીરી નહિ કરાતા તંત્ર મુકપ્રેશક બન્યુ હોઇ તેમ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યુછે..

અત્રે ઉલેખનીય છે કે માર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર તરફ થી આવતા પ્રવાસીઓના વાહનો ૨૪ કલાક આ માર્ગ પરથી પસાર થાયછે આ દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે આખલાને ટક્કર મારતા આખલાનુ ઘટના સ્થળે મોત થયુ હોવાનુ મનાય રહ્યુ છે જોકે આ લખાય રહ્યુછે ત્યા સુધી આખલાના મોત અંગે કોઇજ કાયદેસર કાર્યવાહીના સમાચાર હાલ પ્રાપ્ત થયા નથી… ત્યારે તંત્ર અને પશુપ્રેમી અવામૃત પ્રાણીઓ ને તકેદારી રાખી તેઓ ને અગ્નિદાહ આપે તે જરૂરી બની ગયું છે….

#DNSNEWS


Share to

You may have missed