November 21, 2024

ખત્રી વિદ્યાલય બોડેલી મુકામે સ્કૂલ ઓફ એક્સલન્સ ની મીટીંગ યોજાઇ……

Share to

છોટાઉદેપુર : બોડેલી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા સચિવ ડો. વિનોદ રાવ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં 20,000 જેટલી ડિજિટલ અને સિવિલ બે પ્રકારે છ(6) વર્ષના સમયગાળામાં સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓ તૈયાર થવા જઈ રહી છે જેમાં છોટાઉદેપુર જિલ્લામાં જે શાળામાં 300 કરતા વધુ બાળકો છે તેવી તાલુકા દીઠ ચાર મળી કુલ 24 પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તાલુકા દીઠ બે શાળાઓ મળી કુલ બાર શાળાઓને સો દિવસની અંદર સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પસંદગી પામી છે.
સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં 14000 જેટલી શાળાઓને આવરી લેવામાં આવી છે સ્કૂલ ઓફ એક્સલન્સમાં અધતન ટેકનોલોજી દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવશે સમગ્ર શાળામાં તમામ પ્રકારની લેબોરેટરી,લાઇબ્રેરી, દરેક વર્ગખંડમાં અદ્યતન સ્માર્ટ ક્લાસ,રમત ગમત અને સંગીતથી સંપૂર્ણ સુવિધાયુક્ત શાળા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો નો એક સરખો ગણવેશ, સાથે સાથે સ્પોર્ટસ ને લગતી તેમજ તમામ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓ સ્કિલ,સ્કેલ અને સ્પીડ દ્વારા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના બાળકોને શિક્ષણ મળે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે ટૂંક સમયમાં સમગ્ર જિલ્લામાં આ પ્રકારની અધતન શાળાઓ અસ્તિત્વમાં આવશે અને જિલ્લાના તમામ બાળકોની શિક્ષણની તરસ છીપાશે તેવી માહિતી આપતા આ માટે છોટાઉદેપુર ની 12 શાળા ના આચાર્યો તેમજ સમગ્ર સ્ટાફને ડી.ઇ.ઓ એસ.એલ.પવાર તેમજ ઇ.આઈ ઇમરાનભાઈ સોની દ્વારા ટૂંક સમયમાં જિલ્લાની અન્ય ગ્રાન્ટેડ શાળાઓને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે તેમ જણાવાયુ હતુ.
સમગ્ર કાર્યક્રમની આભારવિધિ એસ.વી.એસ કન્વીનર સંજયભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી.

ઇમરાન સોની –
એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, છોટાઉદેપુર

જે.આર.શાહ –
મંત્રી, આચાર્ય સંવર્ગ ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘ

અલ્ફેઝ પઠાણ
છોટા ઉદેપુર


Share to

You may have missed