November 21, 2024

છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ નાંદોદ તાલુકામાં-૭૦ મિ.મિ. અને સૌથી ઓછો દેડીયાપાડા તાલુકામાં-૧૧ મિ.મિ. વરસાદ નોંધાયો

Share to



મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા-તિલકવાડા તાલુકો– ૨૭૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્‍લામાં મોખરે

નર્મદા જિલ્‍લામાં આજદિન સુધી સરેરાશ ૧૯૬ મિ.મિ. વરસાદ નોંધાયો


રાજપીપલા,રવિવાર :- નર્મદા જિલ્‍લામાં તા.૧૧ મી જુલાઇ, ૨૦૨૧ ને રવિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં-૭૦ મિ.મિ. અને સૌથી ઓછો દેડીયાપાડા તાલુકામાં-૧૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં–૪૭ મિ.મિ., સાગબારા તાલુકામાં-૨૯ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૨૪ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે. નર્મદા જિલ્‍લામાં આજદિન સુધી સરેરાશ-૧૯૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્‍લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા-તિલકવાડા તાલુકો-૨૭૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો-૨૧૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૨૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને અને સાગબારા તાલુકો-૯૮ મિ.મિ. વરસાદ સાથે ચોથા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૩.૫૦ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૯ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૩૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૫૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૫ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share to

You may have missed