આજે વહેલી સવારે પાનોલી જી.આઇ.ડી.સી વિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો ઔદ્યોગિક વસાહતમાં આવેલી બજાજ હેલ્થકેર કંપનીમાં સવારના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી અંકલેશ્વર ના પાનોલી માં જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવાના માટે અસક્ષમ સાબિત થતા આસપાસની કંપનીઓ અને ફાયર બ્રિગેડને મદદ માટે કોલ પાયો હતો અંકલેશ્વર અને પાનોલીના 5 ફાયર ફાઈટર ઘટના સ્થળ તરફ રવાના કરાયા હતા જેમણે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા આગનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે તેની જવાળા કી મી દૂર થી પણ જોઈ શકાતી હતી ઘટનાની ગંભીરતા કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર DPMC ના એક્સપર્ટની ટિમ પણ મદદે બોલાવાઇ હતી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર આંશિક નિયંત્રણ મેળવી શકાયું હતું જોકે સંપૂર્ણ કાબુ મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે ઘટના બાબતે કંપની તરફશથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જી.પી.સી.બી સ્વતંત્ર તપાસ હાથ ધરશે સદૃનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો