November 21, 2024

રાજપારડી સબ સ્ટેશન માં આવતા ગામો માં સતત્ત ત્રણ દિવસ થી વીજ કાપ…પાવર જતા રહેતા બેન્ક સહિત અન્ય ધંધા રોજગાર ને અસર….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

નાના ધંધો રોજગાર છેલ્લા ત્રણ દિવસ થી છે ઠપ્પ કર્મચારીઓ આપે છે ખોટી માહિતી:: સ્થાનિક

ઝગડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ DGVCL કચેરી ના અંધેર વહીવટ ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે લોકો ના જરૂરી કામો અટવાઈ જતા લોકો ને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે છેલ્લા ત્રણ ચાર દિવસ થી ઉમલ્લા સહીત આજુબાજુ ના ગામો માં DGVCL દ્વવારા વીજ પુરવઠો બંધ કરી દેતા સરકારી બેન્ક, પોસ્ટ ઓફિસ, સહિત બજાર માં આવેલ દુકાન ધારકો ને મુશ્કેલી પડી રહી છે વીજ કાપ ના પગલે પાવર વિના બેન્ક માં જરૂરી લેવડ દેવડ ના બધાજ કામો અટવાઈ ગયા હતા તો પાવર થી ચાલતા બધીજ મશીનરી ના પગ થંભી ગયા હતા જેના કારણે દુકાન ધારકો અને જરૂરી ઓનલાઇન, બેન્કિંગ સહિત લોકો ના અન્ય કામો અટવાઈ ગયા હતા તો બીજી તરફ નવા ઘર ના બાંધકામ કરી રેહલ કારીગરો એલીક્ટ્રિક પાવર ના હોવાના કારણે તેઓ ના પણ કામો અટવાઈ ગયા હતા

ઉમલ્લા ગામના એક સ્થાનિકે જણાવતા કહ્યું હતું કે સતત ત્રણ થી ચાર દિવસ દરમિયાન રાજપારડી ની DGVCL કચેરી દ્વારા અચાનક વીજ પુરવઠો બંધ કરી દેતા આ સ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે લોકોના કેટલાય ધન્ધા ઠપ થઈ જતા લાખો નું નુકશાન ભોગાવાનો વારો આવ્યો છે વીજ કર્મચારી ને સ્થાનિક ગ્રામજનો દ્વારા પૂછવામાં આવતા અડધો કલાક લાગશે નાનો ફોલ્ટ છે તેમ જણવામાં આવે છે અને આખા દિવસ દરમિયાન સાત આંઠ કલાક સુધી વિજપુરવઠો બંધ રાખી મુકતા લોકો પણ મુંજવણ માં મુકાઈ જતા હોઈ છે..વિજપુરવઠો યથાવત થશે અને પોતાના કામ થશે કે તેમ વિચારી કલાકો સુધી બેસી રહેતા લોકો ને છેલ્લે ખાલી નુકશાન અને તેઓ નો દિવસ જ બગડે છે ત્યારે દૂર ગામો થી બેન્ક માં કામ કાજ અર્થે આવતા લોકો ને પોતાની મજૂરી નો દિવસ બગાડી અને ભાડુ ખર્ચી બેન્ક અથવા અન્ય કામ માટે આવતા લોકો ને ઘણી મુશ્કેલી પડી રહ્યી છે… ત્યારે રાજપારડી ની હદ માં આવતા ગામો માં વીજ કર્માચારીઓ ખરેખર ચોમાસા પૂર્વ ની મોન્સૂન કામગીરી કરી રહ્યા છે કે પછી ટાઈમ પાસ એતો ચોમાસા દરમિયાન જ ખબર પડશે..!

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ઝગડીયા ના સબસ્ટેશન ખાતે બે વાર ના આગ ની ઘટના બનતા DGVCL ની બેદરકારી અને કાર્ય કરવાની બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે રાજપારડી કચેરી દ્વારા ગામો માં પણ સાવચેતી લઈ સમયસર વિજપુરવઠો આપે તે જરૂરી બની ગયું છે..

#DNSNEWS


Share to

You may have missed