November 22, 2024

સાગબારા ટાઉનમાં આંક ફરકના આંકડા રમતા સાત આરોપીઓને રૂપિયા 35,250 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

Share to





સાગબારા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચાલતા આંક ફરક નો જુગાર જેવો ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહી હોવા છતાં સાગબારા પોલીસ આવી પ્રવૃત્તિ થી અજાણ. સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ.
એલ.સી.બી.ના સ્ટાફને બાતમી મળેલ કે સાગબારા ટાઉન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે કેટલાંક ઇસમો આંક ફરકના આંકડાના વરલી મટકાનો જુગાર રમી રહેલ છે. જે ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ના પોલીસ સ્ટાફ મારફતે સાગબારા ટાઉન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે રેઇડ કરતાં કેટલાંક ઇસમો ટોળુ વળીને આંક ફરકના વરલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડેલ જે પૈકી 1. સુધરાબેન તે પીરમંમદ શેખમહંમદ મકરાણી રહે. જામલી ફળીયુ, સાગબારા 2. અમેશ વિનય વસાવા રહે. પાનખલ્લા તા.સાગબારા 3. જાલમસીંગ ઉદેસીંગ વસાવા રહે. કેલ તા.સાગબારા 4. સાહીલ સરીફ મકરાણી રહે. પંચાયત ફળીયુ સાગબારા તા.સાગબારા 5.અમરસીંગ ફતુસીંગ પાડવી રહે. તડવી ફળીયુ સાગબારા 6. પ્રતાપ ઉકડીયા વસાવા રહે. નાનાઢોરઆંબા તા.સાગબારા 7. સંદિપ ભીમસીંગ વસાવા રહે. ઉભારીયા તા.સાગબારાનાઓએ રોકડ રકમ રૂ. 24,700/- તથા મોબાઇલ નંગ-3 કિ.રૂ.10,500/- તથા કેલ્ક્યુલેટર-1 કિ.રૂ.50 મળી કુલ્લે કિ.રૂ.35,350 /-ના મુદ્દામાલ સાથે ઝડપી તથા ગુનાના કામે કૃણાલ માધુભાઇ ચૌધરી રહે. સેલંબા તા.સાગબારાનાને વોન્ટેડ જાહેર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં સાગબારા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સાગબારા પોલીસ સ્ટેશન થી થોડા જ અંતરે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું છે..ત્યારે શું સ્થાનિક પોલીસ આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની વાત થી અજાણ હશે કે કેમ તેવા સવાલ હાલ ઉભા થઇ રહ્યા છે.

રિપોર્ટર. દિનેશ વસાવા. દૂરદર્શી ન્યૂઝ . સાગબારા. 9909355809


Share to