DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

રાયફલ એસોસિયેશન દ્વારા 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપ નું આયોજન

Share to



ભરૂચ જિલ્લા રાયફલ એસોસીએશન દ્વારા 5મી ડિસ્ટ્રીકટ શૂટિંગ ચેમ્પિયનશિપનો ગુરૂવાર થી શરૂઆત કરાઈ છે જેનો શુભારંભ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે પ્રથમ ફાયર શૂટ કરી કરાવ્યો હતો ચાર દિવસની શૂટિંગ સ્પર્ધામાં રાજ્યના 13 જિલ્લામાંથી 250 જેટલા શૂટર ભાગ લઈ રહ્યા છે
ભરૂચ જિલ્લા રાયફલ એસોસિએશન પાછલા 8 વર્ષ થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે ભરૂચ જિલ્લા રાયફલ એસોસિએશન દ્વારા તારીખ 2 જૂન 2022 થી 5 જૂન સુધી 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરી ને ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો હતો
સમગ્ર ગુજરાતના 13 જિલ્લાઓ માંથી આશરે 250 જેટલા શૂટર આ પ્રતિયોગિતામાં ભાગ લઈ રહ્યા છે જેમાં 10 મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે રેન્જ માં વર્લ્ડ ક્લાસ Walther, Feinwerkbau, Pardini, Morini Pistol જેવા હથિયારોથી આ સ્પર્ધામાં ખેલાડીઓ નિશાન તાકશે
આ ગુજરાત સ્ટેટ લેવલની શૂટિંગ ચેમપિયનશિપ ના સફળ આયોજન અને આ ચાર દિવસની આ પ્રતિયોગિતા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને ભરૂચ જિલ્લા રાયફલ એસોસિએશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા એ તમામ જિલ્લાના નિશાનેબાજોને શુભેચ્છાઓ પાઠવી હતી


Share to

You may have missed