November 21, 2024

ઝઘડિયા નગરમાં સટ્ટાબેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ….ઝગડીયા તાલુકા ના ઉમલ્લા,ઝગડીયા, રાજપારડી ના ત્રણેવ મહત્વ ના પોલીસ સ્ટેશન ની હદમાં ફૂલ જોશ માં બે ધડક ચાલતો આંકડા જુગાર નો ધન્ધો…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે પોલીસે સટ્ટા બેટિંગના આંકડાનો જુગાર રમાડતી એક મહિલાને ઝડપી લીધી હતી. આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને ઝઘડિયા ટાઉન વિસ્તારમાં દારુ જુગારની તપાસ માટેના પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા સેવારૂરલ દવાખાનાની પાછળ આવેલ એક દુકાનની પાછળના ભાગે બેસીને એક મહિલા આંક ફરકના આંકડાનો જુગાર રમાડે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં એક ઇસમ કંઇક લખાવતો નજરે પડ્યો હતો. પોલીસને જોઇને તે ઇસમ નાશી છુટ્યો હતો, જ્યારે આંકડા લખનાર બહેન પકડાઇ ગઇ હતી. આ પકડાઈ ગયેલ બહેનનું નામ પુછતા તેણે પોતાનું નામ ભારતીબેન ડાહ્યાભાઇ વસાવા રહે.સુલતાનપુરા ઝઘડિયા હોવાનું જણાવ્યું હતું. ઘટના સ્થળેથી પોલીસને આંકડા લખેલ કાગળ, બોલપેન તેમજ રોકડા રુ.૩૨૪૦ મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ કબજે લઇને સટ્ટા બેટિંગનો આંકડાનો જુગાર રમાડતા ઝડપાઈ ગયેલ ભારતીબેન ડાહ્યાભાઇ વસાવા રહે.સુલતાનપુરા ઝઘડિયાના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રચનાત્મક ફોટો

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પણ આંકડા લખવાના ધંધા પુરબહારમાં ખીલ્યા હોવાની વ્યાપક લોકચર્ચાઓ જાણવા મળી છે,અને હવેતો ડિજિટલ યુગ માં મોબાઇલ પર જ આ જુગાર નો ધન્ધો લોકો ના ઘરે સુધી ફોહચી જતા લોકો ના ખિસ્સા ખાલી કરી ગરીબ આદિવાસી જનતા ના ભોળા લોકો ને ભરખી રહ્યો છે ત્યારે ઝગડીયા તાલુકા માં આવતા મહત્વ ના પોલીસ સ્ટેશન ની હદ માં બેધડક રમાતા જુગાર ને પોલીસ પોતે જ આ બાબતે લાલઆંખ કરે તે હવે જરુરી બન્યુ છે…

#DNSNEWS


Share to

You may have missed