November 22, 2024

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ કલ્યાણ સમ્મેલન અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) કાર્યક્રમ યોજાયો.

Share to


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલન અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કે.વી.કે., આત્મા યોજના નર્મદા, ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત, નર્મદા; આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર અને નિકરા પ્રોજેકટના સહયોગથી તા. ૩૧/૦૫/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ. કે.વી.કે. દેડીયાપાડા ખાતે સવારે ૯:૦૦ વાગ્યાથી ખેડૂતનું સાફલ્ય ગાથા અને પ્રાકૃતિક ખેતીની ટૂંકી ફિલ્મો સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમની અધ્યક્ષતા શ્રી મોતીભાઈ વસાવા (પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી -નર્મદા) એ કરી હતી અને સદરહુ કાર્યક્રમમાં મહાનુભાવો શ્રીમતિ દક્ષાબેન વસાવા (કારોબારી અધ્યક્ષ, તા.પં. દેડીયાપાડા), શ્રી રામસિંગભાઈ વસાવા (ન્યાય સમિતિ ચેરમેન, તા.પં. દેડીયાપાડા), શ્રી કનૈયાલાલ વસાવા (તાલુકા વિકાસ અધિકારી – દેડીયાપાડા) શ્રી ડી.કે. સીનોરા પ્રોજેકટ ડાયરેક્ટર, આત્મા યોજના- નર્મદા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો શ્રી ભરતભાઈ તડવી અને શ્રી ગોપાલભાઈ બારીયાએ પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપી અને નર્મદા જીલ્લાના વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું . કે.વી.કે.ના વૈજ્ઞાનિકો અને આત્મા યોજના, ખેતીવાડી શાખાના અધિકારીઓએ હાજરી આપી હતી. કેન્દ્ર સરકાર ની વિવિધ ૧૬ જેટલી યોજનાઓ અને તેના લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાનનો વાર્તાલાપનું જીંવત પ્રસારણ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના ૧૧મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ૪૦૯ જેટલા ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાનના અંતગર્ત પલાસ્ટિકના વપરાશને ઘટાડવા માટે નોન વુવન થેલીનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો દ્રારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર. દિનેશ વસાવા. દૂરદર્શી ન્યૂઝ. ડેડીયાપાડા


Share to