November 22, 2024

બોડેલી નગરમાં BAPS સંસ્થા દ્વારા વિરાટ વ્યસનમુક્તિ રેલી યોજાઇ

Share to



બોડેલી નગરમાં BAPS સંસ્થા દ્વારા વિશ્વ ટોબેકો ડે ના દિવસે વિરાટ વ્યસનમુક્તિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અને મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વ્યસન મુક્તિ અભિયાન નું સમગ્ર ભારતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોડેલી નગરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં વ્યસન મુક્તિ અભિયાન માં સંતો મહંતો બાળકો યુવાનો દ્વારા વ્યસનમુક્તિ રેલી યોજાઇ હતી

આજે દેશમાં સમાજમાં જેટલા લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામે છે તેના કરતા વધુ લોકો વ્યસન થી મૃત્યુ પામે છે સમાજનો સૌથી મોટું દુશ્મન હોય તો આ વ્યસન છે લોકોને વ્યસન છૂટશે તો એમનું જીવનધોરણ સુધરશે તેમ બીએપીએસ સંસ્થાના બાળ કાર્ય કરે જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે વ્યસન કરવાથી કેન્સલ નામની ભયંકર બીમારી થાય છે આવી બીમારીઓમાં ઘણા બધા લોકો સંકળાયેલા છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજની એક જ જીવન ભાવના છે કે દરેક વ્યક્તિ સુખી થવા માટે વ્યસનથી દૂર રહે તેમ દિનેશભાઈ રાઠવા બીએપીએસ સંસ્થાના કાર્યકર તરફથી જણાવવામાં આવ્યું હતું વ્યસનમુક્તિ રેલી નું આયોજન અલીપુરા ગોપેશ્વર મંદિરથી બજારમાં રહીને સ્વામિનારાયણ મંદિર મા પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીનો એક જ મેસેજ છે એક જ ઉદ્દેશ છે કે લોકો વ્યસન છોડે તેમ જણાવ્યું હતું


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to