October 17, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકાની ગોરવિયાળી પ્રાથમિક શાળાના આચાર્યમનસુકભાઈ,જે,ડાન્ડ સાહેબ અને શિક્ષક ભાવેશભાઈ બી.ગજેરાની મહેનત રંગલાવીરાજ્યકક્ષાનાઓનલાઈનગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ગોરવિયાળી શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

Share to




જૂનાગઢ ના ભેસાણ તાલુકાની ગોરવિયાળી પ્રાથમિક શાળા હવે ત્રીજીવખતરાજ્યકક્ષાનાઓનલાઈનગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.અગાઉ પણ ગોરવિયાળી પ્રાથમિક શાળાનાં આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પણ પહોંચ્યાં હતાં.


જૂનાગઢ જિલ્લામાં યોજાયેલા ઓનલાઈનગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાં વિભાગ નં.- 4 માં વાયટ્રીસિટી નામની કૃતિમાં ભેસાણ તાલુકાની શ્રી ગોરવિયાળી પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે. હવે આગામી રાજ્યકક્ષા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવા જશે. ત્યારે શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. આ કૃતિમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વાયરલેસ ઉર્જા રૂપાંતરણનો સિદ્ધાંત રજૂ કરાયો હતો. જેનાથી ભવિષ્યમાં વધુમાં વધુ વાહનો વાયરલેસ ચલાવી શકાશે. આ કૃતિનું માર્ગદર્શન શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી ભાવેશભાઈ બી. ગજેરાએ કરેલ. હતી

આ અગાઉ પણ વર્ષ- 2006માં* શ્રી અમિતભાઈ બી. વાછાણીના માર્ગદર્શન હેઠળ પરાવર્તન અને વક્રીભવનનો જાદુ* કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી હતી. જે ભેસાણ તાલુકામાં પ્રથમ વખત રાજ્ય કક્ષાએ* ભાગ લીધેલ.
ત્યારબાદ વર્ષ- 2016 – 17માં* શ્રી ભાવેશભાઈ બી. ગજેરાના માર્ગદર્શન હેઠળ કાર્બન ડાયોક્સાઈડમાંથી ઉર્જા કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી હતી. જે પણ ભેસાણ તાલુકામાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ* ભાગ લીધેલ.

આમ,જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની ગોરવિયાળી પ્રાથમિક શાળાની કૃતિ ત્રણ-ત્રણ વખત રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. જેમાં એક વખત રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ છે. આ સિદ્ધિ બદલ શાળા અને શાળાના વિદ્યાર્થીઓ ,ગામના લોકો આગેવાનોમાં પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed