પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ડી એન એસ ન્યૂઝ 14-01-22 ભરૂચ
ઝગડીયા તાલુકાના સંજાલી ગામે 10 વાગ્યાં ના અરશા માં એક બાઈક સવાર દપત્તિ ઉમધરા ગામે થી સંજાલી નવી નગરી ખાતે પિયર માં આવતા હતા તે દરમિયાન ત્યાં નજીક માંજ બે આખલા લડાતા હોઈ જેમાંથી એક આખલો રસ્તા ની વચ્ચે દોડી આવતા બાઈક સવાર દપત્તિ ની બાઈક ની સામે અચાનક આવી જતા આખલા દ્વારા ટક્કર વાગતા રાજેશભાઈ છોટુભાઈ વસાવા અને બાઈક ની પાછળ ની સીટ પર બેસેલ તેઓ ના પત્ની પૂનમબેન રાજેશભાઈ વસાવા રહે ઉમધરા બેવ પતિ પત્ની બાઈક ઉપર થી નીચે પછડાતા તેઓ ગમ્ભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓ ને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા…
ઉમલ્લા પ્રાથમિક આરોગ્ય ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓ ની હાલત વધુ ગમ્ભીર જણાતા સરકારી હોસ્પિટલ ના તબીબ દ્વારા વધુ સારવાર અર્થે આગળ રેફર કરાયા હતા…ત્યારે અન્ય એક બનાવ માં વરાછા ગામ તરફ જતા રસ્તા પર ના પુલ નું કામ ચાલુ હોઈ જેમાં મેન્ટલ ના કારણે બાઈક સ્લીપ થવાના કારણે બે લોકો ને માથાના અને પગ ના ભાગે ઇજા થતા તેઓ ને ઉમલ્લા હોસ્પીટલ ખાતે તેઓ ને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી….
#દૂરદર્શી ન્યૂઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો