November 22, 2024

પુરવઠા વિભાગની મિલીભગત આવી સામે : યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારની માંગ

Share to


હળવદ તાલુકાના સુંદરગઢ ગામમાં રાશનમાં અન્યાય થઈ રહ્યો હોવાથી કરી ઓનલાઈન ફરીયાદ




અધિકારીને જાણ થતા રાશન આપવાનું કર્યું બંધ



હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રાશન ધારક સાથે અન્યાય થઈ રહ્યો હોય જેથી ઓનલાઈન ફરિયાદ કરતા પુરવઠા વિભાગ દ્વારા ફરિયાદ કરનારને રાશન આપવાનું બંધ કરી દીધુ હતુ.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામના રહીશ જમના બેન લકુમ ને દુકાનદાર 50 ટકા અનાજ આપતો હોવાથી ઓનલાઈન ફરિયાદ કરી હતી જેની જાણ પુરવઠા વિભાગને થઇ તો કાર્યવાહી કરવાને બદલે રાશન આપવાનું બંધ કરી દીધુ હતુ આથી મામલતદાર કચેરીમાં તપાસ કરી તો અધિકારીએ કહ્યું કે અન્નપૂર્ણા યોજના માં 5 વિધા કરતા ઓછી જમીન હોય તેમને લાભ મળવાપાત્ર હોવાનું જણાવ્યું હતુ. આમ પુરવઠા વિભાગની મિલીભગતનો ભોગ નિર્દોષ જનતા ભોગવી રહી છે અને અધિકારીઓ કાળા બજાર કરી માલામાલ થઈ જતા હોય છે જેની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ ગામમાં 60 ટકા પરિવાર 10 થી 20 વિધા જમીન ધરાવે છે એમાં 40 ટકા પાસે બીપીએલ કાર્ડ છે એવામાં જાગૃત મહિલાએ અવાજ ઉઠાવ્યો એમાં પુરવઠા વિભાગે રાશન બંધ કરી દીધું આ કેવો ન્યાય? જનતા ખોટું હોઈ એનો અવાજ ઉઠાવે તો અધિકારીઓ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે!

પાર્થ વેલાણી
DNS news


Share to