તા.૧૫-૦૧-૨૦૨૨ નેત્રંગ.
નેત્રંગ તાલુકા મથકના લાલ મંટોડી શાળાના ધાબા ઉપરઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચડેલ એક 42 વર્ષીય આધેડ નું ધાબા પર પતંગ ચગાવતી વેળા સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જતા તેઓનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી વિસ્તારમાં આવેલ પ્રા.શાળાના ઢાબા ઉપર બપોરના સમયે સુરેશભાઈ સંજયભાઈ વસાવા (ઉ.૪૨) મક્રરસંક્રાતિનો તહેવાર હોવાથી પતંગ ચગાવવા માટે ઢાબે ચડ્યો હતો.જે દરમ્યાન શરીરનું સંતુલન ગુમાવતા પ્રા.શાળાના ઢાબા ઉપરથી પડતા નીચે જમીન ઉપર પડતા શરીરના ભાગે ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ નેત્રંગ પોલીસને થતાં ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય બાબત છે કે,ઉતરાયણનો પર્વ ભરૂચ જીલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે.પ્રથમ પતંગના દોરાથી ગળા કપાયાની પાંચથી વધુ ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો તો બીજી તરફ ધાબા ઉપરથી પટકાયેલ આધેડ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો