November 21, 2024

ઝઘડીયા તાલુકાના કપલસાડી ગામે પાંચ મકાનો આગની લપેટમાં

Share to

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન


ઘરવખરી ઉપરાંત અન્ય સામાન સળગી જતા મોટા નુકશાનની આશંકા

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કપલસાડી ગામે અાજે બપોરના સમયે એક મકાનમાં કોઇ કારણોસર આગે દેખા દીધી હતી.જે સ્થળે આગ લાગી હતી તેની આજુબાજુ કાચા મકાન હોવાથી બીજા ચાર મકાનો પણ આગની લપટમાં આવી ગયા હતા.ગ્રામજનોએ આગ બુજાવવાના પ્રયત્નો કરવા છતા આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા જીઆઇડીસી ના અગ્નિશામક બંબાઓ બોલાવાયા હતા ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવતા આ સિવાયના બીજા મકાનો બચી ગયા હતા.આગની લપટમાં આવેલ મકાનોનો ઘરવખરી ઉપરાંત અન્ય સામાન સળગીને રાખ થઇ જતા આ ગરીબ પરિવારોને મોટુ નુકશાન થયુ હતુ. ઘરના સભ્યો સમયસૂચકતા દાખવીને ઘરની બહાર નીકળી જતાં જાનહાનિ ટળી હતી, આગના બનાવમાં પાંચ પૈકી ચાર મકાનો સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગયા છે. આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઇ. ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપનીના તેમજ જીઆઇડીસીના અન્ય ફાયર ફાઇટરોએ મળીને આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટના સ્થળે ચર્ચાતી વાતો મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઇ રહ્યુ છે.


રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed