November 21, 2024

_જૂનાગઢ ના ડુંગરપુર ગામના મજુરી કામ કરતા મનસુખભાઈ મકવાણા ના ઘરેમાં ચોરી થતાની ફરિયાદ થતા જૂનાગઢ પોલીસે આરોપીને પકડી પાડી સોના ચાંદીના દાગીના મળી, રૂ. 82,220/- નો મુદામાલ કબજે કર્યો

Share to




_જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા મજુરી કામ કરતા મનસુખભાઈ મકવાણા ના ઘરે 21.05.2021 થી તા. 01.06.2021 તેઓના બંધ મકાનના તાળુ ખોલી કબાટ તથા તિજોરીમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ રૂ. 220/- મળી કુલ રૂ.82220 ની ચોરી થતા, તા. 01 06.2021 ના રોજ ફરિયાદી મનસુખભાઈ મકવાણા રહે. ડુંગરપુર ખાખરીયા પરા વિસ્તાર તા.જૂનાગઢ દ્વારા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી, પો.સ.ઈ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…._

_*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર* તથા નવા આવેલ *જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા *મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ* કરવામાં આવેલ છે…_

_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા તથા પો.હેડ.કોન્સ. ભદ્રેશભાઈ રવૈયા, કે.ડી.રાઠોડ, નરેન્દ્રભાઈ બાલસ, માનસીંગભાઈ દેવદાનભાઈ, કરણભાઈ વાળા, જેતાભાઈ દિવરાણીયા સહિતની તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા, પોલીસ ટીમને મળેલ બાતમી આધારે *આરોપી ઘેલાભાઈ પ્રેમજીભાઈ મકવાણા રહે. ડુંગરપુર તા.જી. જૂનાગઢને પકડી પાડી* પૂછપરછ કરવામાં આવતા, પહેલા તો, પોતે કોઈ ગુન્હો નહીં કરેલાનું રટણ ચાલુ રાખેલ હતું. પરંતુ, તાલુકા પોલીસ ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા, પોતે આ *ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ* કરવામાં આવેલ હતી….._

_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા તથા પો.હેડ.કોન્સ. ભદ્રેશભાઈ રવૈયા, કે.ડી.રાઠોડ, નરેન્દ્રભાઈ બાલસ, માનસીંગભાઈ દેવદાનભાઈ, કરણભાઈ વાળા, જેતાભાઈ દિવરાણીયા સહિતની તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આગવી ઢબે પુછપરછ કરતા, પોતે આ ચોરીનો માલ પોતાના ઘર પાસે પડતર બંધ મકાનમા સંતાડેલાનુ જણાવતા, આરોપીને સાથે રાખી, ચોરીમા ગયેલ મુદામાલ કબ્જે કરી સોની પાસે ચેક કરાવી, ફરીયાદિને બતાવતા, ફરીયાદિનો ચોરીમા ગયેલ તે જ મુદામાલ હોવાનુ ઓળખી બતાવતા, *કુલ રોકડ સોના ચાંદીના દાગીના મળી, કુલ આશરે રૂ. 82,220/- નો મુદામાલ કબજે* કરવામાં આવેલ. પકડાયેલા આરોપી ઘેલાભાઈ પ્રેમજીભાઈ મકવાણાની પૂછપરછ કરવામાં આવતા, *હાલમાં લોકડાઉન દરમિયાન મજૂરી મળતી ના હોય, રૂપિયાની જરૂરિયાત હોઈ, ફરિયાદીના ઘરના દિવસ દરમિયાન મજૂરી કામે અલગ અલગ જગ્યાએ જતાં હોઈ, મકાનની ચાવી જ્યાં રાખતા હતા તે પોતે જાણતો હોય, ફરિયાદીના બધા ઘરના સભ્યો મકાન બંધ કરીને મજૂરી કામે જતા રહેતા, ચાવીથી મકાન ખોલી, રોકડ તથા ઘરેણાંની ચોરી કારેલાંની કબૂલાત* કરવામાં આવેલ હતી….._

_જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા *ડુંગરપુર ગામના મજૂરી કામ કરતા સામન્ય માણસ એવા ફરિયાદીનો આશરે એકાદ લાખનો મુદ્દામાલ પકડી પાડી, કબજે કરવામાં આવતા, મજૂરીકામ કરતા ફરિયાદી તથા તેના કુટુંબીજનો ભાવ વિભોર થઇ ગયેલ હતા અને પોતાના ચોરીમા ગયેલ દાગીના જોઈ, રાજી થઈ ગયેલ અને જૂનાગઢ પોલીસ નો આભાર વ્યક્ત* કરેલ હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, ફરિયાદીને પોતાની માલ મિલકતની સાર સંભાળ રાખવા જાણ કરવામાં આવેલ હતી…._

_આમ, *જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરી નો ગુન્હો શોધી કાઢી, ચોરીમાં ગયેલ આશરે એક લાખના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીના આરોપીને પકડી* પાડવામાં આવેલ છે. વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પો.વી. ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે..


Share to

You may have missed