November 21, 2024

દિયોદર તાલુકાના 108 ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી…

Share to



વિશ્વ પર્યાવરણ દિવસની દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે 180 અને ખીલ ખીલાટ સ્ટાફ દ્વારા વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવી જેમાં દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ અને બનાસકાંઠા 108 ઈ એમ ઈ સર દિવ્યરાજ સિંહ બિહોલા અને કમલેશ પઢીયાર ઉપસ્થિત રહ્યા અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી થયું છે આપણે સૌ પર્યાવરણ નો એક ભાગ છીએ તેથી પર્યાવરણ છે તો આપણે છીએ કારણ કે મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે મનુષ્ય દેહ જળ વાયુ પૃથ્વી આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે વ્યક્તિ જ્યારે ભોજન માટે બેસે ત્યારે પ્રકૃતિના પાંચેય તત્વો તેની સાથે સંકળાયેલા હોય છે આજે માણસ પર્યાવરણ થી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે અને તેનું આયુષ પહેલાની સરખામણીએ ઘણું ઓછું થઈ ગયું છે આથી કહી શકાય કે પર્યાવરણ છે તો જીવન છે તેવા ઉદેશ્ય થી દિયોદર રેફરલ હોસ્પિટલ માં વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં 108 અને ખિલખિલાટ નો સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો


Share to

You may have missed