November 21, 2024

ઝઘડિયા તાલુકાના અશા ગામે હાઇવા ચાલકે મહિલાને ને અડફેટે લેતાં ગંભીર ઇજા..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ

વિગત અનુસાર ઝઘડિયા તાલુકાના અશા ગામે આજે વહેલી સવારે એક હાઇવા ચાલક રેતી ભરી જઇ રહ્યો હતો તે દરમિયાન એક મહિલા અસા ગામ પાસે રોળ ની સાઈડ મા ચાલતી જઈ રહી હતી તે સમય દરમિયાન રેતી ભરેલ હાયવા ચાલકે આ મહિલાને અડફેટમાં લેતાં મહિલા ગંભીર રીતે ઘવાતા તેને ગમ્ભીર ઇજા થતા તેને 108 એબુલન્સ મા ઉમલ્લા સરકારી દવાખાને લાવવામાં આવી હતી.ત્યાંથી તે મહિલા ને પગના ભાગે વધુ ગંભીર ઇજા પહોચતા મહિલાને વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહિલાને અડફેટમાં લઈ હાઇવા ચાલક પૂરઝડપે ભાગવા જતા થોડે આગળ જઇ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવા ટ્રક નંમ્બર GJ 16 Z 9656 રોળ ની સાઈડ મા પલ્ટી મારી ગયું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર મા રેતી ભરેલ ઓવરલોડ ટ્રકો ના કારણે અકસ્માત સર્જાતા આવા અનેક કિસ્સા મા અનેક લોકો ના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર પણ આવા વાહનો ઉપર લગામ લગાવે તે જુરૂરી બની ગયું છે ત્યારે ઉમલ્લા પોલીસ દ્વારા હાઇવા ચાલકને ઝડપી પાડી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી


Share to

You may have missed