November 21, 2024

સરકારી વહીવટને અસરકારક તેમજ વધુ સક્ષમ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ ૭૭ મંત્રીઓના ૮ ગ્રુપ બનાવ્યા

Share to

(ડી.એન.એસ), નવી દિલ્હી, તા.૧૬
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના અધ્યક્ષપદે કેન્દ્રિય પ્રધાનોની એક ચિંતન શિબિર આયોજન કરાયું હતું. આ શિબિરની પ્રત્યેક બેઠક લગબગ પાંચ કલાક જેટલી લાંબી ચાલી હતી. આ શિબિરના ફલસ્વરૂપે જ મોદીએ તેમના ૭૭ મંત્રીઓને ૮ જુદા જુદા ગૂ્રપમાં વહેંચી નાંખ્યા હતા. ચિંતન શિબિર દરમ્યાન કુલ પાંચ બેઠકો યોજાઇ હતી.મોદી સરકારના વહિવટને વધુ સક્ષમ, અસરકારક અને પારદર્શી બનાવવા અનઅસરકારક બનાવવાની દિશામાં બીજુ કદમ ૭૭ પ્રધાનોના બનેલા ૮ ગૂ્રપનું છે. વડાપ્રધાન મોદીએ આ ગુ્રપને તમામ રાજ્યો, જિલ્લાઓ અને મંત્રાલયોની પ્રોફાઇલ તૈયાર કરી તેમાં કાર્યરત લોકો વધુ મોટી સંખ્યામાં જાેડાય તેની વિશેષ કાળજી રાખવા પણ તાકીદ કરી છે. એક ગુ્રપનો તો વળી રિસર્ચ કોમ્યુનિકેશન અને અન્ય વિષ્યો ઉપર પ્રભુથ્વ ધરાવતા ઓછામાં ઓછા ત્રણ પ્રોફેશ્નલોની ટીમ બનાવવાની આખી એક વ્યવસ્થા ઘડી નાંખવા કહેવાયું છે. અન્ય એક ગૂ્રપને જુદા જુદા મંત્રાલયોના પોર્ટલ બનાવી નિવૃત્ત અધિકારીઓના સલાહ-સૂચનો અને અનુભવો તથા આવેલા ફીડબેકની જાળવણી કરવાનું કામ સોંપાયું છે.કેન્દ્ર સરકારના વહિવટને વધુ સરળ અને હાથવગો બનાવવા શરૂ કરાયેલા અભિયાનના એક ભાગરૂપે મોદી સરકાર યુવાન પ્રોફેશ્નલોનો સાથ-સહકાર લેવા વિચારી રહી છે, તે ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ ઉપર દેખરેખ રાખવા ટેકનોલોજીનો કેવી રીતે સર્ળશ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે માટે, વિવિધ અન્ય પલગાં કેવી રીતે લેવા તે માટે નિવૃત્ત સરકારી અધિકારીઓ પાસેથી સૂચનો મગાવવા વિચારી રહી છે. આ યુવાન પ્રોફેશ્નલો દ્વારા ટેકનોલોજીનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીને કેન્દ્રિય વહિવટને વધુ સરળ બનાવવાના કાર્ય ઉપર કેન્દ્રિય મંત્રીઓના બનેલા ૮ ગુ્રપ દેખરેખ રાખશે એમ સૂત્રોએ કહ્યું હતું. મોદી સરકારની ક્ષમતા વધારવા હાથ ધરાયેલી કવાયતના એક ભાગ તરીકે ટેકનોલોજી આધારીત સંસાધનો ઉભા કરવામાં આવશે. મંત્રીઓની ટીમમાં નિમણૂંક કરવા વિવિધ ક્ષેત્રના નિષ્ણાત પ્રોફેશ્નલોની આખી એક યાદી તૈયાર કરવા અને મોદી સરકારના વહિવટને વધુ પારદર્શી બનાવવા તમામ મંત્રીઓની ઓફિસ દ્વારા પહેલ થનારા વિવિધ પગલાં અને કાર્યો માટે કેન્દ્રના ૭૭ મંત્રીઓને ૮ જુદા જુદા ગૂ્રપમાં વહેંચી નાંખવામાં આવ્યા છે એમ સૂત્રોએ કહ્યું હતું. જેમાં વ્યક્તિગત ક્ષમતા અંગે એક આખી અલગ બેઠક, ધ્યાન કેન્દ્રિત અમલીકરણ વિષય ઉપર અલગ બેઠક, મંત્રાલયનું કામકાજ અને તેમાં કાર્યરત પ્રત્યેક વ્યક્તિ કેટલી હદે તેમાં પરોવાયેલી છે તે અંગે એક બેઠક, પક્ષનું સંકલન અને અસરકારક સંદેશાવ્યવહાર વિષય ઉપર અલગ બેઠક અને છેલ્લે સંસદીય બાબતોની પ્રેક્ટિશ અંગે અલગ બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રત્યેક બેઠક પાંચ કલાક લાંબી ચાલી હતી. છેલ્લી બેઠકમાં તો લોકસભાના સ્પિકર ઓમ બિરલા અને રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. જાે કે આ તમામ બેઠકોની ચર્ચાના કેન્દ્રમાં સરકારના વહિવટને કેવી રીતે વધુ સક્ષમ અને અસરકારક બનાવવો એ જ વિષય રહેલો હતો.


Share to

You may have missed