ગાંધીનગર ની સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે ઝઘડિયા તાલુકાના દધેડા ગામ માં ત્રાટકી ગામ માં ચાલતા વિદેશી દારૂ ના વેપલા તેમજ અકડાં નો જુગાર ઝડપી પડતા ચકચાર મચી જવા પામી છે.સ્ટેટ મોનીટરીંગ ની ટીમ ને ઝગડીયા ના ગ્રામ્ય વિસ્તારો માં દારૂ જુગાર ના બે નબરી ધધાં ચાલતા હોવાની બાતમી મળી હતી જેના પગલે દધેડા ગામે ટીમેં છાપો માર્યો હતો.જેમાંઆંક ફરક વરલી મટકાનો જુગાર ઝડપાયો હતો..જેમાં ત્રણ આરોપીઓ ઝડપાઇ જતા તેઓની અંગ ઝડતી કરતા રોકડ રૂપિયા -17,340 / – તથા જુગારના વકરાના તેજોરીમાં મુકેલ રોકડા રૂ .74,620 તથા એક મો.સા. કિં.રૂ .20,000 / – તથા બે મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ્લે મુદામાલ કિ.રૂ .1,21,964 / – નો મુદ્દામાલ સાથે જપ્ત કરી ત્રણેય ની અટકાયત કરી હતી.તે ઉપરાંત રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવેલ આરોપી રવીભાઇ સરાદભાઇ વસાવા તેમજ વરલી મટકાનો આકડા લખાવવા આવેલ મો.સા.નં. GJ 16 DB 2983 ના ચાલક રેઇડ દરમ્યાન મોટર.સાયકલ મુકીને ભાગી જતા તેવોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે… આજ રીતે સ્ટેટ મોનીટર સેલ ની રેડ માં દારૂ પણ ઝડપાયો હતો.જેમાં શ્રવણ ઉર્ફે સાવનભાઇ સરાદભાઇ વસાવા રહે.ડબ્બા ફળીયુ ગામ – દધેડા ગેરકાયદેસર દારૂ નું વેચાણ પોતાના મકાન માં કરતો હોવાનું જણાયુ હતું..પોલીસે વિદેશીદારૂની રૂ.14000 ની 109 નાની મોટી બોટલો સાથે રવીભાઇ સરાદભાઇ વસાવા રહે.ડબ્બા ફળીયુ ગામ – દધેડા ને ઝડપી પાડ્યો હતો..
રિપોર્ટર:- સતીશ વસાવા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.