( DNS NEWS )
૧. મેષ રાશિ (અ.લ.ઈ.) ઃ
નવું વર્ષ તમારા માટે શરૂઆતમાં ખૂબ જ સારું રહેશે. પરંતુ આ સમયમાં તમારા ઓળખીતા લોકો સાથે વાણી સંયંમપૂર્વક વાપરવી. સમજી વિચારીને બોલવું. નવા સંબંધો તમને આકર્ષિત કરશે. વર્ષ આખું મિશ્ર ફળદાયી રહેશે. નાનો-મોટો લાભ મળતો રહેશે. પ્રેમી-પંખીડા માટે લગ્ન કરવા માટેનો યોગ્ય અવસર મળી રહેશે. લગ્નની વાત અટકતી હશે તો વાત આગળ વધશે. સગાઈ કે નક્કી કરાવવામાં કોઈક મદદરૂપ થશે. ભાગીદારીમાં ધંધો કરવો મૂશ્કેલ બનશે. શારીરિક તકલીફોનો ભોગ બનશે વાહન ધીમે ચલાવવું. ક્રોધથી બચવું. ડિસેમ્બર પછી શત્રુઓ ઉપર વિજય મેળવશો.
શ્રેષ્ઠ ઉપાય મેષ રાશિ માટે ઃ
ચોખાનું દાન કરવું અને માતાજીની પૂજા યજ્ઞ કરાવવા. (દૂર્ગા પૂજાથી લાભ છે.)
૨. વૃષભ રાશિ (બ.વ.ઉ.) ઃ
તમારું વર્ષ મિત્રો થોડુંક ચુનનોતી ભર્યું રહેશે. થોડીક પરેશાનીઓનો સામનો કરવો પડશે. પરેશાનીના કારણે તમારી નિર્ણય શક્તિ અને તેની ક્ષમતા ને પ્રભાવિત કરશે. સ્વાસ્થ્ય ખાસ સાચવવું જંકફૂડથી દૂર રહેવું. તમારા બગડતા કામો ને સૂઝબૂઝથી સારા બનાવીને તેમાંથી લાભ મેળવશો. ધન સારું કમાશો. પણ હેલ્થ સાચવવી.
શ્રેષ્ઠ ઉપાય વૃષભ રાશિ ઃ
હનુમાનજીની ઉપાસના કરવી. મારુતિ યજ્ઞ કરાવવો.
૩. મિથુન રાશિ (ક.છ.ઘ.) ઃ
ધંધાદારી માટે શ્રેષ્ઠ વર્ષ નફો ખૂબ કમાશો. પરંતુ ત્વચાના રોગ થઈ શકે છે. પેટની સમસ્યા થાય. વિદેશથી લેણું છે. લાભ થાય. નોકરિયાત વર્ગનું પ્રમોશન થાય. વ્યસ્ત રહે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું થાય. એટલે માનસિક શાંતિ મળે.
શ્રેષ્ઠ ઉપાય મિથુન રાશિ ઃ
શનિનું દાન કરવું. તેલના દાન કરવા. અંધોને ભોજન કરાવવું.
૪. કર્ક રાશિ (ડ.હ.) ઃ
તમારા કાર્યોમાં વિલંબ થાય માટે તમે વિચલિત રહો. ધીરજ રાખજાે. નહિતર ચિંતાઓ તમારા સ્વાસ્થ્ય ઉપર ભારે પડશે. તમારા લાઈફ પાર્ટનર જાેડે મનઃમુટાવ રહે. તનાવ રહે ધનની બાબતોમાં તમને પરેશાની રહે. ડિસેમ્બરમાં સ્વાસ્થ્ય બગડી શકે તેમ છે. પરંતુ વર્ષના છેલ્લા તબક્કામાં ખુશખબરી પણ મળશે.
શ્રેષ્ઠ ઉપાય કર્ક રાશિ ઃ
વડવાનલ સ્તોત્ર પાઠ બ્રાહ્મણો જાેડે કરાવવા.
૫. સિંહ રાશિ (મ.ટ.) ઃ
અત્યાર સુધીની જે ઈચ્છાઓ અધૂરી હતી તે હવે પૂરી થશે. સ્વાસ્થ્યની સમસ્યા દૂર થશે. યાત્રાના યોગ બનશે. ધન લાભ પણ સારો છે. પણ પારિવારિક સંબંધોમાં તમે ખટાશ લાવશો દૂર થશો પોતાના લોકોથી એટલે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાના પુરેપૂરા ચાન્સ છે. પૈસાની સાથે લોકો ની લાગણી ઓને માન આપશો તો વાંધો નહિ આવે.
શ્રેષ્ઠ ઉપાય સિંહ રાશિ ઃ
બ્રાહ્મણોની પાઠશાળાઓમાં અન્નદાન કરવા (ગુરુકુળોમાં) ભોજન આપવું.
૬. કન્યા રાશિ (પ.ઠ.ણ.)
નવી ઊર્જાનો સંચાર થશે. સામાજિક સ્તર પર સફળતા મળશે. તમે બનાવેલા સારા સંબંધો જ તમને લાભ અપાવશે. તમારી ક્ષમતાઓનો યોગ્ય દિશમાં ઉપયોગ કરશો. તમારા મિત્ર તમને કાર્યક્ષેત્રમાં લાભ અપાવશે. તમારી કિંમતી વસ્તુ ખોવાઈ શકે એમ છે. ફેબ્રુઆરી અને માર્ચ માં શારીરિક કષ્ટો આવી શકે તેમ છે. સ્વાસ્થ્યનું ધ્યાન ખાસ રાખવું. મેરેજ લાઈફ સારી રહેશે.
શ્રેષ્ઠ ઉપાય કન્યા રાશિ ઃ
સુંદર કાંડના પાઠ કરાવા. (રામ યજ્ઞ કરવો).
૭. તુલા રાશિ (ર,ત.) ઃ
તમને આવનારું વર્ષ ઘણું બધુ શીખવી ને જશે જીવન એક સંઘર્ષ છે એ વાત તો ખ્યાલ આવશે.
આર્થિક, પારિવારિક, અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપજાે. વાણી, સંયમિત રાખજાે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળશે. ખર્ચા ઉપર અકુંશ રાખવાની જરૂર છે. વાહન સાચવીને ચલાવવું ઘણા સંઘર્ષો પછી વર્ષના અંતિમ તબક્કામાં શુભ ફળ મળશે. રોકાયેલા કાર્યને ગતિ મળશે. જીવન સામાન્ય બનશે. તમને જીવનનું મૂલ્ય સમજાશે. તમારી પ્રતિષ્ઠા વધશે.
શ્રેષ્ઠ ઉપાય તુલા રાશિ ઃ
શનિ શાંતિ કરાવવી અને ઈષ્ટ દેવનું પૂજન કરવું.
૮. વૃશ્ચિક રાશિ (ન,ય,) ઃ
આવનારું વર્ષ તમારા માટે મિશ્ર ફળ આપનારું છે. માટે નકારાત્મક વિચારો દૂર કરી સકારાત્મક વિચારો સાથે આગળ વધજાે. અજાણ્યા લોકો સાથે સંબંધો સાચવીને બાંધજાે કાર્યની વ્યસ્તતા ના કારણે પારિવારિક સંબંધોમાં ઉણપ આવશે. પરિવાર જાેડે સંબંધ ખરાબ થઈ શકે છે પરિવારમાં વાતચીત ચાલુ રાખવી. નવા સંપર્કોમાં વિચારીને રોકાણ કરવું.
શ્રેષ્ઠ ઉપાય વૃશ્ચિક રાશિ ઃ
ચંડીપાઠ કરવો
૯. ધન રાશિ (ભ, ધ, ફ, ટ) ઃ
આ વર્ષ આપના માટે મિશ્રિત ફળ આપનારું રહેશે. આપના કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવાની જરૂર છે. શરૂઆતના દિવસોમાં ધંધા માં ફાયદો થતો જણાશે પરંતુ વિવાદથી બચવાનું છે. અને વધારાના ખર્ચાઓ જીવન ધોરણને પ્રભાવિત કરશે. સ્વાસ્થ્ય માટે ચિંતિત રહેશો. મન ભટકાશે મનની અશાંતિ જીવનમાં ખળભળાહટ લાવશે.
શ્રેષ્ઠ ઉપાય ધન રાશિ ઃ
શ્રી રામ સ્તુતિના પાઠ કરવા. સૂર્ય પૂજા કરવી.
૧૦. મકર રાશિ ( ખ,જ,) ઃ
કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આવનારું વર્ષ તમને કામનો બોજાે આપશે. ક્રોધ ઉપર સંયમ રાખવો. પરિવાર સાથ આપશે. દામ્પત્ય જીવન ખુશાલ રહેશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડશે. નોકરિયાત વર્ગ તેમના સંપકોથી ધન કમાશો. આધ્યાત્મિક બનશો. એકાંત ગમશે.
શ્રેષ્ઠ ઉપાય મકર રાશિ ઃ
હનુમાન ચાલીસાના પાઠ કરવા. ગરીબોને ભોજન આપવું.
૧૧. કુંભ રાશિ (ગ,શ, ષ,સ,) ઃ
આ વર્ષ તમને ગ્રહો કઠિન પરિશ્રમ કરાવશો. અર્થાક પ્રયત્નોનો કોઈ વિકલ્પ હોતો નથી. આ વાક્ય આ વર્ષે તમારામાં બંધ બેસશે. તમારો પરિશ્રમ અને મહેનત તમારા બધા જ કાર્યો સફળ કરશે. રંગ લાવશે. જેથી આર્થિક સ્થિતિ મજબૂત થતી જણાશે.
દામ્પત્ય જીવનની ચુનોતી ઘીરે ઘીરે દૂર થતી જણાશે. માનસિક તનાવ રહેશે. અને માન-હાનિ થવાના પણ ચાન્સ છે. માટે સાચવજાે. ધનલાભ થશે. સ્વાસ્થ્યમાં વર્ષના અંતે થોડી ઢીલાશ આપશે ખાન-પાન પર ધ્યાન આપજાે.
શ્રેષ્ઠ ઉપાય કુંભ રાશિ ઃ
શિવ પૂજા, શિવ યજ્ઞ તમને ફાયદો કરાવશે.
૧૨. મીન રાશિ (દ,ચ,ઝ,થ) ઃ
નવું વર્ષ આપના માટે ખૂબ જ અનુકુળ રહેશે. આ વર્ષે તમારું મહેનતથી ભાગવાનું નથી. જેટલું દોડશો એટલું કમાશો. વિદેશ યોગ પણ આ વર્ષે સારો છે, દૂર ની યાત્રા કરશો. જે લાભ આપશે. વર્ષના મધ્યમાં તમે આળસી બનશો તો કાર્ય અટકશે. આ વર્ષ તમારા શત્રુઓને તમે હરાવશો. દામ્પત્ય જીવનમાં સાવધાન રહેજાે. નાની નાની વાતોમાં મનઃમુટાવ થઈ શકે છે. મહત્વકાંક્ષાઓ વધશે અને એ બાબતોમાં પ્રયાસ પણ તમે કરશો.
શ્રેષ્ઠ ઉપાય મીન રાશિ ઃ
માતા રાની પૂજા કરે દત્તબાવની ના પાઠ કરવા રામ રક્ષા સ્તોત્રના પાઠ કરશો તો ફાયદા થશે.
• ૨૦૭૮ સંવત્સરના પ્રધાન દેવ મંગળ ગ્રહ છે માટે ખેડુતોને અને મજૂર વર્ગને ફાયદો વધારે થશે.
• જેની કુંડળીમાં મંગળ સારો હશે. એ બધાને સારા લાભ થશે.
• વૈશ્ચિક લેવલે ઉગ્રતા રહેશે. અશાંતિ અંજપો રહ્યા કરશે.
• એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા બધાને ફાયદો થશે. પશુપાલન, ઢોર-ઢાખર રાખવાવાળાને ફાયદો થશે.
• ભારતમાં રાજકીય મોટા ફેરફારો થશે.
• છુટક મજુરી કરવાવાળાને કામ મળી રહેશે.
• ભારતની ત્રણેય પાંખ સેના વધારે મજબૂત બનશે. નવા તકનીકી શસ્ત્રો ભારતીય સેનાને મળશે.
• વૈશ્ચિક સ્તરે ભારતની નોંધ લેવાશે.
• એકંદરે આ વર્ષ નાના-વેપારી અને મહેનત વર્ગ માટે ખૂબ જ લાભદાયી છે.
• મોટા વેપારીઓએ આગળ આવવું હોય તો મહેનત વધારવી પડશે.
‘‘ અસ્તુ’’
આર્શીવાદ બધાને ભગવાન નિરોગી રાખે…
નિષ્ણાંત લિ.
ગુરુજીશ્રી તીર્થભાઈ સામવેદીજી
ચેહર જ્યોતિષ કર્મકાંડના જાણકાર
More Stories
ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો