યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ૧.૫ વર્ષ દરમ્યાન ડ્રગ્સની બદીને દૂર કરવા મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
જે અંતર્ગત ડ્રગ્સ સપ્લાય કરનાર અને ડ્રગ્સનો નશો કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગુન્હા રજીસ્ટર કરવામાં આવેલ છે અને ડ્રગ્સ સપ્લાય કરનાર લોકો ઉપર ચાંપતી નજર રાખવામાં આવે છે.
– તા. ૦૪/૧૧/૨૦૨૩ ના રોજ “Rurn For Junagadh” મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં લગભગ ૧,૦૦,૦૦૦ થી વધુ લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ અને ડ્રગ્સનો નશો નહી કરવાના શપથ લીધેલ.
– જૂનાગઢ જિલ્લાની ૫૦૦ જેટલી શાળા/કોલેજો/મદરેસા ખાતે સેમીનારનુ આયોજન કરી યુવાનોને ડ્રગ્સના દુષણથી દુર રહેવા સમજ કરવામાં આવેલ.
– જૂનાગઢ શહેરમાં ૨ મુખ્ય લોક મેળા શીવરાત્રી તેમજ ગીરનાર પરીક્રમાં દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ જૂનાગઢ ખાતે આવતા હોય ત્યારે લોકોને ડ્રગ્સ અવેરનેસ માટે પેમ્પ્લેટ તથા મોટા બેનર- હોર્ડીંગ્સથી જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવેલ છે.
તા. ૨૬/૦૬/૨૦૨૪ ના રોજ “Cyclathon 2024” નું આયોજન કરવામાં આવેલ જેમાં લગભગ ૩૦,૦૦૦ થી વધુ લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ અને ડ્રગ્સનો નશો નહી કરવાના શપથ લીધેલ.
* આ ઉપરાંત આ અભિયાનને આગળ વધારતા જુનાગઢ જિલ્લા પોલીસ અને દિવ્યભાસ્કર દ્વારા આજરોજ “Say No To Drugs” થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૧૮૭૦ જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ અને ૧૨૮૫ જેટલા સ્પર્ધકો દ્વારા આ સ્પર્ધામાં ભાગ લીધેલ.
* આ સ્પર્ધાનુ આયોજન કુલ ૩ કેટેગરીમાં કરવામાં આવેલ.
(૧) ધો. ૧ થી ૮ ના વિધાર્થીઓ:- કુલ ૭૮૧ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ
(૨) ધો. ૯ થી ૧૨ ના વિધાર્થીઓ:- કુલ ૩૬૩ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ
(૩) કોલેજના વિધાર્થીઓ તથા અન્ય નાગરીકો:- કુલ કર૩ સ્પર્ધકોએ રજીસ્ટેશન કરાવેલ.
“Drawing Against Drugs” ના આયોજનમાં જૂનાગઢ ઉપરાંત પોરબંદર તથા ગીરસોમનાથથી પણ સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો જેમાં
જૂનાગઢના ૧૭૬૭ રજીસ્ટેશન,
પોરબંદરના ૨૩ રજીસ્ટ્રેશન
ગીર સોમનાથના ૮૬ રજીસ્ટેશન
> જૂનાગઢ પોલીસ તથા દિવ્યભાસ્કર- જય હો જૂનાગઢ મુક્તિ દ્વારા આજરોજ “Say No To Drugs” થીમ પર આયોજીત ચિત્ર સ્પર્ધામાં દરેક કેટેગરી માટે ૬ નિષ્ણાંતો નિયુક્ત કરવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોનો ઉત્સાહ વધે તે માટે ત્રણેય કેટેગરી માટે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ
(૧) દરેક કેટેગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને ૧૫,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકનું નામ
એ કેટેગરી
કાચા ચાર્મીબેન સંદીપભાઇ
બી કેટેગરી
ગોરફાડ દિશિતા કલ્પેશભાઇ
સી કેટેગરી
લોહાર ઓમપ્રકાશ બી.
(૨) દરેક કેટેગરીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારને ૧૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
એ કેટેગરી
દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકનું નામ
સાવલીયા વિશ્વા જયેશભાઇ
બી કેટેગરી
કુકડીયા માનસી રાજેશભાઇ
સી કેટેગરી
મકવાણા પાર્થ પ્રવિણભાઇ
(3) દરેક કેટેગરીમાં તૃતીય નંબર પ્રાપ્ત કરનારને ૫,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ
એ કેટેગરી
ત્રાંબડીયા સ્નેહ ભિખુભાઇ
તૃતીય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકનું નામ
બી કેટેગરી
કનેરીયા મિશ્રી પિયુષભાઇ
સી કેટેગરી
રૂપારેલિયા દિવ્ય ઉદયભાઇ
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયાના સુલતાનપુરા ખાતે રેતીના પ્લાન્ટ પર રમી રહેલ એક વર્ષના બાળક પર ટ્રેક્ટર ચડી જતા બાળકનું કમકમાટીભર્યું મોત..
જૂનાગઢ માં અરજદારોના ગુમ થયેલ ૭ કિંમતી સામાનના બેગ તથા ૧ અગત્યના ડોક્યુમેન્ટસની ફાઇલ કુલ કિંમત રૂ. ૨૫,૫૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
જૂનાગઢ પોલીસ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન ગુમ થયેલ ચાર વર્ષના બાળકને શોધીને પોતાના માતા-પીતા સાથે મિલન કરાવતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ