પાલીતાણા તાલુકાના #ધેટી ગામના, હાલ સુરત રહેતા #સંદીપ_વજુભાઇ_ચભાડીયા, આર્થિક સંકળામણના કારણે ટેન્શનમાં આવી ઘરે ક્હયા વગર જુનાગઢ આવી ગયેલ, પરિવાર ને ટેલિફોન દ્વારા જાણ કરેલ કે, હુ આત્મહત્યા કરવા જઇ રહીયો છું, હાલ હુ જુનાગઢ ભવનાથ છુ, કહી ફોન બંધ કરી દીધો, તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું, હજુ યુવાન પુત્ર કોઇ અજુગતું પગલું ના ભરી બેસે એવા સમયે જુનાગઢ જીલ્લા ભાજપના અગ્રણી અને ભેંસાણ ગામનાં સરપંચ #શ્રી_ભુપતભાઇ_ભાયાણી નો તેમના પરિવાર દ્વારા સંપર્ક કરી આપ વિતી જણાવી, ભુપતભાઇ એ પરિવાર ને સાત્વના આપી કહ્યું, ચિંતા ના કરો હુ આપને બધી મદદ કરીશ, એવા સમયે ભુપતભાઇ દ્વારા ભવનાથ પોલીસનો સંપર્ક કરી શોધખોળ કરાવી, પોલીસ દ્વારા પુરતો સહકાર મળ્યો ને ભુપતભાઇ ની મહેનતથી હેમખેમ સંદીપ મળી આવતા સંદીપ ને ભુપતભાઇએ સમજાવી, જીવનમાં ધણા ચડાવ ઉતાર આવતા હોય, એમાં નાસીપાસ ના થવાનું હોય, સમજાવટ થી યુવાનને રાત્રે 3 વાગ્યા જેવા સમયે ભેસાણ લાવી ત્યાં રોકી એક પારિવારિકની જેમ હુફ આપી ને પરિવારને જાણ કરેલ,
તેમનું પરિવાર સાથે મિલન કરાવતા એમના પરિવાર દ્વારા આભાર માનતા ખૂબ ધન્યતા ની લાગણી અનુભવી.
ભવનાથ પોલીસના સરાહનીય કાર્ય ને સહકાર બદલ પણ આભાર વ્યક્ત કરેલ.
હરસમયે સતત દીવસ રાત જનતા માટે મહેનત કરતા ભુપતભાઇ પર લોકોને જે વિસ્વાસ આશા છે તે સાર્થક કરતા ભુપતભાઇને ખૂબ ખૂબ અભિનંદન….
ભુપતભાઈ આપને ધન્ય છે
ભુપતભાઈ આપ જેવા ની લોકોને જરૂર છે…
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.