પ્રતિનિધિ / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
સુરતથી 32 જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લકઝરી બસ ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર એકાએક ભડકે બળવા લાગી હતી. ડ્રાઇવરે બસ થોભાવી દેતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે બસ બળીને સમ્પૂર્ણ ખાખ થઈ ગઇ હતી.સુરતના દર્શન ટ્રાવેલ્સની બસ મંગળવારે રાતે 32 જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ માટે નીકળી હતી.
આ સ્લીપર બસ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ભડકે બળતા ટાયર સમગ્ર બસને ચપેટમાં લેવાનું શરૂ કરતાં મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર બર્નીગ બસને થોભાવી દેવાઇ હતી.બુમરાણ અને ચિચાયરીઓ કરતા મુસાફરો સળગતી બસમાંથી બહાર નીકળી આવતા તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ સર્જઇ ગયો હતો. ફાયરનો કોલ અંકલેશ્વર DPMC અને ભરૂચ પાલિકાને કરતા 3 ફાયર ટેન્ડરો હાઇવે પર ઘટના સ્થળે દોડી ગયા હતા .ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલિસ પણ દોડી આવી હતી. બસમાં ટાયરમાં આગ લાગતા સમગ્ર બસ જોતજોતામાં હાડપિંજર બની ગઇ હતી. જોકે દિવાળી ટાણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 13 વર્ષ પહેલા ભરૂચની નર્મદા ચોકડી નજીક મળસ્કે પટેલ ટ્રાવેલ્સની મુંબઈથી અમદાવાદ જતી વોલ્વો બસમાં લાગેલી આગે 16 જેટલા મુસાફરોને ભડથું કરી દીધા હતા. જેથી આજની આ ઘટનાએ જૂની દર્દનાક યાદો તાજી કરી હતી...
#DNS NEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો