- ડ્રાઈવરનો આબાદ બચાવ,ઘટનાસ્થળે લોકટોળા ઉમટ્યા,
તા.૨૫-૫-૨૦૨૧ નેત્રંગ,
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કેલ્વીકુવા ગામના પાટીયા પાસેથી સવારના મળશ્કેના સમયે વોલ્વો કારનો ડ્રાઈવર પસાર થઈ રહ્યો હતો.જે દરમ્યાન સામેછેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતી ટ્રકથી અડફેટથી બચવા માટે વોલ્વો કારના ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સમાંતર જ ઝાડ સાથે અથડાઈ હતી.વોલ્વો કારમાંથી એરબેગ ખુલી જતાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.પરંતુ અંધકારનો લાભ ઉઠાવી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો.ગમખ્વાર અકસ્માતની બનાવના પગલે ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,