November 20, 2024

રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીમાં બાઈક રેલી રૂપે કેવડિયા જઈ રહેલ ગુજરાત પોલીસના વીરોનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત.

Share to



તા.૨૬-૧૦-૨૦૨૧ નેત્રંગ,

સમગ્ર ગુજરાતમાં હાલ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ચાલી રહી છે. જે ઉજવણીના ભાગરૂપે આજે નેત્રંગ ખાતે બાઇક રેલી આવી પહોંચતા ગુજરાત પોલીસના વીરોનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે રેલીનું કચ્છ જિલ્લાના લખપત ખાતેથી પ્રસ્થાન કરાયું હતું. ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના એક ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલ મોટરસાયકલ રેલી વાલીયા થી નેત્રંગ આવી પહોંચી હતી અને નેત્રંગ કોલેજ ની બળાઓએ દ્વારા પુષ્પગુચ્છ થી તેમજ કોરોના વોરિયર્સ દ્વારા ત્રણ તાળીના સન્માન સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. રેલીઓ અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ લોકોને આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા અંગે જનજાગૃતિ કરી તમામ રેલીઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રિત થશે. એક રેલી ૧૯ મી ના રોજ કચ્છના લખપતથી પ્રસ્થાન થઈ હતી જે આજરોજ વાલિયા થી નેત્રંગ આવી પહોંચી હતી. આ રેલીમાં ગુજરાત પોલીસની મોટરસાયકલ ઇન્ચાર્જ બી.એમ. દેસાઈ સાથે અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ, નેત્રંગ પી.એસ.આઈ.એન.જી. પાંચાણી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એ.એન.સિંગ અને નેત્રંગ કોલેજ ના આચાર્ય ડૉ.જી.આર.પરમાર અન્ય કોરોના વોરિયર્સ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહી બાઈક રેલી રૂપે કેવડિયા જઈ રહેલ ગુજરાત પોલીસના વીરોનું નેત્રંગ ખાતે ભવ્ય સ્વાગત કર્યું હતું અને કેવડિયા ખાતે પ્રસ્થાન કર્યું હતું.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed