November 20, 2024

રાજપીપળા ફોર લેન માર્ગ ના મેપિંગ મા વ્હાલા-દવલા કરાયાં?: 15 જેટલી દુકાનો ની જગ્યા કપાત મા આવતા વેપારીઓ મા ચિંતા ફેલાઈ

Share to


6 મહિના થી રોડ કામગીરી ને કારણે આર્થિક નુકશાન વેઠી રહેલા દુકાનદારો ઉપર તંત્ર નો વધુ એક ફટકો

રોડ નું કામ કરતી એજન્સી એ કપાત માર્જિન બાબતે દુકાનદારોને અંધારા મા રાખ્યા હોવાનો આક્ષેપ


ઈકરામ મલેક:રાજપીપળા
રાજપીપળા મા છેલ્લા 6 મહિના થી બની રહેલા ફોર લેન રોડ ની કામગીરી થી એક તરફ આખા નગર ની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, જ્યાં જુઓ ત્યાં ખાડા, ધૂળ અને કાદવ નું સામ્રાજ્ય રચાયું છે, ત્યારે આજે એમ.વી રોડ ના 15 જેટલા દુકાન અને મકાન ધારકો ઉપર વીજળી ત્રાટકી હતી, રોડ નું કામ કરતી એજન્સી દ્વારા રોડ માર્જિન બાદ ફૂટપાથ બનાવવા માટે માલિકી ની મિલકત મા 5 ફૂટ જેટલું કપાત કરવા માટે માર્કિંગ કરતાજ વેપારીઓ મા રોષ ફેલાયો હતો. કારણ કે અત્યાર સુધી એજન્સી દ્વારા તેઓ ની મિલકત મા કોઈ પણ પ્રકાર ની તોડફોડ નહીં કરાય તેમ કહી અંધારા મા રાખ્યા હતા અને હવે અચાનક કોથળા માંથી બિલાડુ કાઢી 5 ફીટ જેટલી માલિકી ની જમીન મા કપાત કરાશે તેમ જણાવતા મિલકત ધારકો મા રોષ વ્યાપી ગયો હતો અને રહેણાક તથા દુકાન મિલકતોને થતુ નુકશાન બંધ કરાવવા જરૂરી કાર્યવાહી કરવા બાબતે આજરોજ નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


આવેદનમાં જણાવ્યા મુજબ કાળા ઘોડા થી વાવડી જકાત નાંકા સુધીનો રસ્તો ફોર લેન ન કરવા અને આર્થીક નુકશાન ન થાય તે માટે બાય પાસ રોડ કરવા આપને તા .૧૫ / ૩ / ૨૦૧૩ તથા તા .૧ / ૧ / ૨૦૨૦ ના અરજી કરેલ છે, આ અરજી બાદ નાયબ કાર્યપાલક ઇજનેર રાજપીપલા તરફ થી તા .૮ / ૪ / ૨૦૧૩ નોટીશો આપેલ હતી , જે નોટીશો નો જવાબ અમેં તા ૨૨/૪ /૨૦૧૩ ના આપેલ હતો. તે પછી અમને કોઇ જવાબ મળ્યો ન હતો,આ રોડ ની એક સાઇડ એટલે કે બહેરા મૂંગા સ્કૂલ તરફની વધારે જગ્યા લેવામાં આવી છે જયારે છોટુભાઇ પુરાણી કોલેઝ તરફની જગ્યા ઓછી લઇ રોડ બનાવે છે.


 આ સાઇડ તરફ સરકારી જમીન સાત થી આઠ ફૂટ જેટલી છે તેમજ છોટુભાઇ પુરાણી કોલેજ નો કોટ સરકારી જમીનમાં હોય જેથી આ કોટને તોડવો ન પડે તે માટે બહેરા મૂંગા સ્કૂલ તરફ નો રોડ વધારે લઇ આ કારમી મોધવારીમાં અમને આર્થીક નુકશાન કરી રહ્યા હોય એવું અમારૂ માનવું છે,સંતોષ ચાર રસ્તા થી કાળા ઘોડા સુધી અમને વધારે નુકશાન થાય છે મકાનો પણ હટાવવા પડે તેમ છે આવા કોરોના કાળમાં અને કારમી મોંધવારી , બેકારી મા કયાં જવુ એ અમારા માટે મોટો પ્રશ્ન છે.માટે ઉપરોકત અમારી વ્યાજબી રજૂઆત માટે માયાળુ ધ્યાન દોરી અમને આર્થીક નુકશાન ન થાય તે માટે રોડ તથા ફૂટપાથ કરવા આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે.                                


Share to

You may have missed