પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
વિડિઓ માં દેખાતા શખ્સ એ ગરીબ ચાહ ના લારી વાળા ને ધમકાવી માં સમા ની ગાળો ભાળતા વિડિઓ માં કેદ થઈ ગયો હોવાનો કીસો બહાર આવી રહ્યો છે…જેમાં એક વ્યક્તિ હું પોલીસ માં છું તારે ચા ની લારી ચલાવી હોઈ તો બધાજ પોલીસ વાળા અને હોમગાર્ડ ને મફત માં ચા આપવી પડશે અને જેને બોલાવી મારૂ જે ઉખાડવું હોઈ તે ઉખાડી લેજે… તને અહીંયા ધધો નહીં કરવા દવ… મને પૂછી ને પછીજ કાલે સવારે તું લારી મૂકજે…હું અહીંયા નો ટાઉન જમાદાર છું હું કહીશ તેમજ કરવું પડશે તારે બધાજ પોલીસ વાળા,હોમગાર્ડ ને મફત માં ચાહ પીવડાવી પડશે તેમ ચા ની લારી ચલાવનાર ને માં સમા ની ખરાબ ગાળો બોલી પોતે પોલીસ હોવાનો રોપ જમાવતો હોઈ જેને ફરિયાદી દ્વારા મોબાઈલ કેમેરા માં વિડિઓ ઉતારતા તેની બધીજ હરકત વિડિઓ મા કેદ કરી સોશ્યિલ મીડિયા મા વિડિઓ વાયરલ કરી દેતા સમગ્ર પંથકમા ચર્ચા નો વિષય બનવા પામ્યો છે…
જોકે વિડિઓ મા દેખાતા આ વ્યક્તિ પોતે કહી રહ્યો છે કે હું રાજપારડી પોલીસ સ્ટેશન માં ટાઉન જમાદાર હોવાનું જણાવી રહ્યો છે તથા આ વિડિઓ રાજપારડી ના ચાર રસ્તા પર નો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આવા લોકો પોતાનો વગ ધરાવી અને પોતાની સત્તા નો દૂર ઉપયોગ કરી સામાન્ય ગરીબ લોકો ની રોજગારી પર રોપ જમાવી ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાનો કિસ્સો પ્રકાશ માં આવતા વિડિઓ માં દેખાતો વ્યક્તિ કોણ છે અને કેમ આ વ્યક્તિ ને હેરાન કરે છે તે એક તપાસ નો વિષય છે અને જો આ વ્યક્તિ એક પોલીસ કર્મી છે તો તે કેમ સામાન્ય ચાહ ની લારી વાળા પર આવુ ઉધતાઈ ભર્યું વર્તન કરે છે? અને તેને આવો હક કોને આપ્યો…અને જો આ વાયરલ વિડિઓ માં દેખાતો વ્યક્તિ પોલીસ વિભાગ માં છે અને આવુ જો તેને કૃત્ય કર્યું છે તો તેની પર તેનાજ વિભાગ દ્વારા તપાસ કરી તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થશે કે કેમ તે હવે જોવું રહ્યું….
#DNS NEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.