November 21, 2024

કોવિડ-૧૯ વેક્સિનેશનમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ કોરોના વોરીયર્સ- તબીબો-પેરામેડીકલ સ્ટાફ સહિત આરોગ્ય યોધ્ધાઓનું જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પુષ્પગૃચ્છ તેમજ પોલીસ બેન્ડની મુધુર સૂરાવલીની ધૂન વગાડીને કરાયું સન્માન

Share to



રાજપીપલા,ગુરૂવાર :- કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી સંદર્ભે દેશભરના નાગરિકોને રક્ષિત કરવા માટે રસીકરણના ૧૦૦ કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જે અન્વયે નર્મદા જિલ્લામાં આરોગ્યતંત્ર દ્વારા કોવિડ વેક્સીનમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ નર્મદા જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા આજે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એમ.બી.ચૌહાણ અને શ્રી એમ.કે.રાઠોડ સહિત પોલીસકર્મીઓએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, રાજપીપલાની સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, તબીબો-પેરામેડીકલ સ્ટાફ સહિત આરોગ્ય યોધ્ધાઓનું પુષ્પગૃચ્છ આપી તેમજ પોલીસ બેન્ડની મુધુર સૂરાવલીની ધૂન વગાડીને આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું હતું.

નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશમાં ચાલી રહેલા કોવિડ રસીકરણ અભિયાન થકી ૧૦૦ કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરી છે. નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા પણ કોવિડ વેક્સીનેશનમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરી હોવાથી આરોગ્યકર્મીઓનું પુષ્પગૃચ્છ અને પોલીસ બેન્ડની મુધુર સૂરાવલીથી કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું.

૦૦૦૦


Share to

You may have missed