November 21, 2024

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે દેશમાં રસીકરણ સો કરોડની પાર જતા ઉજવણી કરાઇ

Share to



સમગ્ર દેશમાં ચાલી રહેલાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત રસીકરણ નો આંકડો સો કરોડ થવાના ઉપલક્ષમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર શુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં અને જીલ્લા વિકાસ અધિકારી ગાંગાસિંગ તેમજ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામા આવી હતી.
કાર્યક્રમની ઉજવણી દરમિયાન જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પોલીસ વડાએ કોરોના યોદ્ધાઓને ફૂલહારથી અભિવાદન કરવામા આવ્યું હતું.
છોટાઉદેપુર જીલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામા આવેલી રસીકરણ અંગેની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પોલીસ વડાએ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ કરેલ રસીકરણ ની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ ફરજ પરસ્તીની ભારોભાર પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં દસ લાખ ઉપરાંત નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ. આર. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા આરોગ્ય અધિકારી, કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed