મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનમાં જણાવવામાં આવ્યું કે હાલમાં જે પેટ્રોલ ડીઝલ નો ભાવ સો રૂપિયા ઉપર છે તેને તાત્કાલિક ધોરણે 300 પાર કરી દેવામાં આવે અને ગેસ ના બાટલા નો ભાવ 2000 કરી દેવામાં આવે અને તેલના ડબ્બાનો ભાવ 5000 કરી દેવામાં આવે જેથી કરીને ભાજપના જેટલા પણ ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો છે તે લોકોના માસિક પગારમાં વધારો કરી એ લોકો જે ભૂખ મરા નો શિકાર છે અને કુપોષિત છે તો એ લોકોના સ્વાસ્થ્ય સારું રહે અને અદાણી અંબાણી ભારતના ધનકુબેરો છે તેઓ વિશ્વના ધનકુબેરો બને અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની સાથે લડવા માટે પૂરતા પ્રમાણમાં આપણી પાસે પૈસા રહે અને મોદી સાહેબે જે દરેક નાગરિકને પંદર-પંદર લાખ રૂપિયા આપ્યા છે તેનો દુરુપયોગ થાય છે તો પાછા લેવાથી સરકાર એનો સદુપયોગ કરી આમ જનતાને ગરીબીરેખા માંથી કાઢી અમીરીની રેખા હેઠળ લાવી શકે.. અને દોરડા નો ભાવ ઓછો કરી આપવામાં આવે જેથી કરીને ગરીબ લોકો દુર્ઘટનામાં બાંધી આત્મહત્યા કરી લેય..
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.