તા.૧૬-૧૦-૨૦૨૧ નેત્રંગ
પ્રાપ્ત માહિત મુજબ શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ નેત્રંગ સંચાલિત શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કૂલ નેત્રંગમાં એન.સી.ઈ.આર.ટી ( NCERT ) ન્યુ દિલ્લી દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ QDC કક્ષાએ કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓનું આયોજન શ્રીમતી એમ.એમ.ભક્ત હાઈસ્કૂલ નેત્રંગમાં કરવામાં આવ્યું હતું.જેમાં મહેંદી હરીફાઇ,ચિત્રકલા,વકૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં દેશી રમકડાંના વિભાગમાં જોષી પંકજ નરસિંહ શાળા કક્ષા અને QDC કક્ષાએ પ્રથમ નંબર મેળવી SVS કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાનો નારાયણ વિધાવિહાર ભોલાવ ભરૂચમાં કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં માટીના દેશી રમકડાં વિભાગમાં પણ પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે અને હવે તેઓ ઝોન કક્ષાએ ભાગ લેવા માટે જશે જે બદલ શ્રી નેત્રંગ વિભાગ કેળવણી મંડળ નેત્રંગ તથા શ્રીમતી એમ.એમ.ભક્ત હાઈસ્કૂલ નેત્રંગના આચાર્ય પી.વી.ગોહિલ અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ઝોન કક્ષાએ પણ નંબર મેળવી આગળ વધે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી
જૂનાગઢ જિલ્લા પોલીસ તથા દિવ્યભાસ્કર – જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવના સંયુક્ત ઉપક્રમે યુવાનો ડ્રગ્સની ચુંગાલમાં ના ફસાઇ તે માટે Drawing Against Drugs” નુ આયોજન કરવામાં આવ્યું
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો